Monsoon Session & Farmers LIVE: લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત, રાજ્યસભામાં ખરાબ વર્તન કરવા બદલ TMC સાંસદ શાંતનુ સસ્પેન્ડ

|

Jul 23, 2021 | 4:12 PM

પેગાસુસ જાસૂસી કેસ, ઓક્સિજન(Oxygen) અને કૃષિ કાયદાના અભાવને કારણે મૃત્યુને લઈને વિપક્ષો સતત સરકાર પર હુમલો કરી રહ્યા છે

Monsoon Session & Farmers LIVE: લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત, રાજ્યસભામાં ખરાબ વર્તન કરવા બદલ TMC સાંસદ શાંતનુ સસ્પેન્ડ
parliament monsoon session 2021 (File Picture)

Follow us on

Monsoon Session & Farmers LIVE: સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના સત્તા વિક્ષેપ વચ્ચે ગૃહની કાર્યવાહી ખોરવાઈ જવા પામી છે. રાજ્યસભામાં આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવના હાથમાંથી કાગળો લઈને ફાડીને ઉપસભાપતિ સામે ફેકનારા, ટીએમસીના સાંસદ શાંતનુ સેનને સમગ્ર સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી બાદ, ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ, રાજ્યસભાની કાર્યવાહી મોકુફ રખાઈ હતી. તી લોકસભામાં પણ વિપક્ષના સતત હોબાળાને કારણે આગામી સોમવાર સુધી લોકસભાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Jul 2021 12:50 PM (IST)

    Monsoon Session & Farmers LIVE: વિરોધ પક્ષ રસ્તા પર માથુ ફોડે છે અને સંસદમાં કાગળ ફાડે છે

    Monsoon Session & Farmers LIVE: કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે વિપક્ષ રસ્તા પર માથુ ફોડ છે અને સંસદમાં કાગળીયા ફાડી રહ્યા છે. સવાલ ઉઠાવે છે, પરંતુ સવાલનો જવાબ સાંભળવા તૈયાર નથી. વિપક્ષ ચર્ચાથી આટલો કેમ ભાગી રહ્યો છે.

     

     

  • 23 Jul 2021 12:45 PM (IST)

    Monsoon Session & Farmers LIVE: સાંસદ શાંતનું ચાલુ સત્ર સુધી સસ્પેન્ડ કરાયા

    Monsoon Session & Farmers LIVE: રાજ્યસભાનાં સભાપતિ વૈંકેયા નાયડુએ જણાવ્યું હતું કે શાતનુંને ચાલુ સત્ર સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

     


  • 23 Jul 2021 11:47 AM (IST)

    Monsoon Session & Farmers LIVE: રાજ્યસભામાં ગેરવર્તન પર IT મંત્રીનું મોટુ નિવેદન

    Monsoon Session & Farmers LIVE: TMC સાંસદ વિરૂદ્ધ રાજ્યસભામાં પ્રસ્તાવ લાવવામાં આવશે. TMC સાંસદ શાંતનુ સેનને સસ્પેન્ડ કરવાની માગ ઉઠી છે. સંસદમાં આઈટી મંત્રીનાં હાથમાંથી પેપર ઝુટવી લેવાનો આરોપ છે.

     

  • 23 Jul 2021 11:26 AM (IST)

    Monsoon Session & Farmers LIVE: પેગાસસ જાસુસી કાંડની ન્યાયિક તપાસ થાય: રાહુલ ગાંધી

    Monsoon Session & Farmers LIVE: રાહુલ ગાંધીએ કહ્યું કે પેગાસસ જાસૂસી કાંડની ન્યાયિક તપાસ થવી જોઈએ સાથે ગૃહપ્રધાને રાજીનામુ આપવું જોઈએ. તેમણે ઉમેર્યું કે ભારતમાં નેતાઓ વિરૂદ્ધ હથિયારનાં રૂપમા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જનતાના અવાજને દબાવવાનો પ્રયાસ છે. રાહુલ ગાંધી એ કહ્યું કે તેમનો પણ ફોન ટેપ કરવામાં આવ્યો. પેગાસસનો ઉપયોગ દેશની વિરૂદ્ધમાં કરવામાં આવ્યો .

     

     

  • 23 Jul 2021 10:27 AM (IST)

    Monsoon Session & Farmers LIVE: કૃષિ કાયદા પર ચર્ચા કરવા માટે દીપેન્દ્ર હુંડાએ આપી નોટીસ

    Monsoon Session & Farmers LIVE: રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ ખેડૂત આંદોલન મામલે ચર્ચા કરવા માટે રાજ્યસભામાં નોટીસ આપી છે.

     

  • 23 Jul 2021 10:24 AM (IST)

    Monsoon Session & Farmers LIVE: સિંધુ બોર્ડરથી જંતર મંતર પહોતી રહ્યા છે

    Monsoon Session & Farmers LIVE: ખેડૂત સંસદનો આજે બીજો દિવસ છે અને ખેડુતો સિંધુ બોર્ડરથી જંતર મંતર પહોચી રહ્યા છે. કૃષિ કાયદા વિરૂદ્ધમાં  ખેડૂતોનું પ્રદર્શન સતત ચાલુ જ છે.

     

  • 23 Jul 2021 10:20 AM (IST)

    Monsoon Session & Farmers LIVE: કોંગ્રેસ સાસંદે આપ્યો લોકસભા સ્થગિતનો પ્રસ્તાવ

    Monsoon Session & Farmers LIVE: કોંગ્રેસ સાસંદે આપ્યો લોકસભા સ્થગિતનો પ્રસ્તાવ

Published On - 12:51 pm, Fri, 23 July 21