Nitish Kumarનો કટાક્ષ, બિહાર ચૂંટણીમાં ખબર જ ના પડી કે કોણ કોની સાથે હતું

|

Jan 10, 2021 | 8:06 PM

બિહારના મુખ્યમંત્રી Nitish Kumarએ  વિધાનસભા ચૂંટણી 2020માં  તેમના પક્ષને ઓછી બેઠક મળવાને લઈને ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે એનડીએમાં આ બધી બાબતો પાંચ છ માસ પૂર્વે નક્કી થવું જોઈતી હતી.

Nitish Kumarનો કટાક્ષ, બિહાર ચૂંટણીમાં ખબર જ ના પડી કે કોણ કોની સાથે હતું

Follow us on

બિહારના મુખ્યમંત્રી Nitish Kumarએ  વિધાનસભા ચૂંટણી 2020માં  તેમના પક્ષને ઓછી બેઠક મળવાને લઈને ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે એનડીએમાં આ બધી બાબતો પાંચ છ માસ પૂર્વે નક્કી થવું જોઈતી હતી. પરંતુ કોરોનાના કારણે સમય ઓછો મળ્યો હતો. આટલા ઓછા સમયમાં ખબર ના પડી કે કોણ સાથે હતું અને કોણ ન હતું.

 

Nitish Kumarએ  શનિવારથી શરૂ થયેલી પાર્ટીની  બે દિવસીય રાજય પરિષદને સંબોધિત કરતાં કહ્યું કે ચૂંટણી પ્રચારના સમયે સાંજે જ્યારે પાર્ટી ઓફિસ પર પરત ફરતા હતા, ત્યારે આશંકા પેદા થતી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2019માં પાર્ટીની સભ્યતા ઝુંબેશ ચાલી હતી.  બુથસ્તર સુધી કમિટી બની, ટ્રેનિંગ આપવામાં આવી, તમામને બોલાવી બોલાવીને અમે મળ્યા. પરંતુ ફેબ્રુઆરી માસમાં અમે બેઠક કરી તો અમને શંકા ઊભી થઈ હતી. અમે એટલું કામ કર્યું પાર્ટીના સાથીઓ જાણે છે. પરંતુ આ તમામ બાબતો નીચે સુધી  પહોંચી નથી. 11 મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી છે. એટલી જ મહિલાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં તેની અસર નીચે સુધીના પહોંચી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

નીતિશ કુમારે કહ્યું કે જ્યારે પક્ષના ઓછા લોકો જીત્યા ત્યારે સીએમ બનવાની ઈચ્છા ન હતી. પરંતુ પક્ષ અને ભાજપના પગલે સીએમ બન્યો. જ્યારે અમે સરકારમાં હતા ત્યારે સતત કામ કરતાં હતા કોઈ અપરાધીને બચાવ્યાં નથી. તેમણે સંકેત આપ્યા કે વર્ષ 2015માં ભંગ કરવામાં આવેલી કમિટીઓને ફરી પુનગઠિત કરવામાં આવશે અને તેમાં કાર્યકર્તાઓએ સ્થાન આપવામાં આવશે. નીતિશ કુમારે બિહાર વિધાનસભા ચૂંટણીમાં પરાજિત થયેલા જદયુ નેતાઓના ચૂંટણી પરિણામની ભૂલને ધ્યાનમાં રાખીને કામ શરૂ કરવા અપીલ કરી હતી. તમારા વિસ્તારની સેવા એવી રીતે કરો કે તમે ચૂંટણી જીત્યા હોવ, સરકાર પૂરા પાંચ વર્ષ ચાલશે. સમાજના દરેક વર્ગના લોકોને મળો અને તેમના વિકાસ માટે કામ કરો. આગામી સમયમાં આપણે વધારે મજબૂત થઈને આગળ આવીશું.

 

આ પણ વાંચો: JOB: ભારતીય વાયુસેનામાં એરમેનની ભરતી માટે જગ્યા ખાલી, જાણો વધુ વિગતો

Next Article