
નાણાં પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટને લઈને વિવિધ ક્ષેત્રના દિગ્ગ્જ્જો સાથે બજેટ પૂર્વ ચર્ચા કરી રહ્યા છે. કોરોનાવાયરસ સંકટના કારણે બજેટ પહેલાની તમામ મીટિંગ્સ ઓનલાઈન કરવામાં આવી રહી છે. દેશના ટોચના ઉદ્યોગકારો સાથે પૂર્વબજેટ ચર્ચા બાદ બજેટની રૂપરેખા તૈયાર કરવા માટે આજે સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી .
Discussed with social sector experts for budget
નાણાં મંત્રાલયે ટિ્વટ કર્યું હતું કે બજેટ 2021 ને લઈ નિર્મલા સીતારમણ આજે સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો અને પ્રતિનિધિઓ સાથે 5 મી પ્રિ – બજેટ કન્સલ્ટેશન કરશે. નાણા સચિવ ડો.એ.બી. પાંડે, નાણાં મંત્રાલયના સચિવ તરુણ બજાજ અને કે.વી. સુબ્રમણ્યમ આ ચર્ચામાં ઉપસ્થિત રહેશે. આ વર્ષે નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ જાહેર કરશે.
The third aatma nirbhar bharat package started to implement rapidly : FM
આ અગાઉ સોમવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઉદ્યોગકારો સાથેની ચર્ચામાં આત્મનિર્ભર ભારત પેકેજીસની વિગતવાર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં અનેક મંત્રાલયો અને વિભાગોના સચિવો હાજર રહ્યા હતા. નાણાં મંત્રાલયે તેની સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યું છે કે તમામ સંબંધિત વિભાગોએ ત્રીજી સ્વનિર્ભર ભારત પેકેજ ઝડપથી લાગુ કરવાનું શરૂ કર્યું છે અને તેની નિયમિત સમીક્ષા અને દેખરેખ રાખવામાં આવી રહી છે.
Even after the Fiscal Deficit, there will be no deduction in Public Expenditure: Nirmala sitaraman
નાણાં મંત્રાલય 2021 ના બજેટમાં ખર્ચમાં વધારો જાહેર કરી શકે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં અર્થવ્યવસ્થામાં સુધારો થશે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે રાજકોષીય ખોટ પછી પણ જાહેર ખર્ચમાં કોઈ ઘટાડો થશે નહીં. સરકારી કંપનીઓને મૂડી ખર્ચ વધારવા માટે કહેવામાં આવશે. જો સરકાર તેના કરતા વધુ ખર્ચ કરશે તો જીડીપીમાં તીવ્ર વધારો થવાની અપેક્ષા વધશે.