5 વર્ષમાં 3 કરોડ ઘટી ગઈ મુલાયમ સિંહ યાદવની સંપતિ, કાર પણ નથી, પુત્ર અખિલેશ પાસેથી લીધેલા છે રૂપિયા

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે પોતાના ઉમ્મેદવારીપત્રમાં દર્શાવ્યું છે કે, તેમની કુલ સંપતિ 16,52,44,300 રૂપિયા છે. મુલાયમ પાસે કાર પણ નથી. જો કે તેમની પત્નીની પાસે મોંઘી કાર છે. 2014માં જણાવવામાં આવેલી કુલ સંપતિ 3 કરોડ 20 લાખ 15 હજાર 517 રૂપિયા કરતાં ઓછી છે. સમાજવાદી પાર્ટી (એસપી)ના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની સંપતિમાંથી વર્ષ […]

5 વર્ષમાં 3 કરોડ ઘટી ગઈ મુલાયમ સિંહ યાદવની સંપતિ, કાર પણ નથી, પુત્ર અખિલેશ પાસેથી લીધેલા છે રૂપિયા
| Edited By: | Updated on: Apr 02, 2019 | 3:22 PM

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે પોતાના ઉમ્મેદવારીપત્રમાં દર્શાવ્યું છે કે, તેમની કુલ સંપતિ 16,52,44,300 રૂપિયા છે. મુલાયમ પાસે કાર પણ નથી. જો કે તેમની પત્નીની પાસે મોંઘી કાર છે. 2014માં જણાવવામાં આવેલી કુલ સંપતિ 3 કરોડ 20 લાખ 15 હજાર 517 રૂપિયા કરતાં ઓછી છે.

સમાજવાદી પાર્ટી (એસપી)ના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની સંપતિમાંથી વર્ષ 2014ની તુલનમાં 3 કરોડ રૂપિયાથી વધારેનો ઘટાડો થયો છે. યાદવે મૈનપુરી બેઠક પરથી SP પ્રતિસ્પર્ધીના રુપમાં ઉમેદવારી દાખલ કરતા સમયે પોતાના ઉમ્મેદવારીપત્રમાં આ જાણકારી આપી હતી. ઉમ્મેદવારીપત્ર મુજબ મુલાયમ સિંહ પાસે કાર નથી.

2014 લોકસભા ચૂંટણીના ઉમ્મેદવારીપત્રમાં મુલાયમ સિંહ યાદવ તેમની પાસે 19,72,59,817ની સંપતિ હોવાની જાહેરાત કરી હતી. મુલાયમ પર એક કેસ પણ દાખલ થયેલ છે. તેમના ઉમેદવારી પત્રમાં ફોન પર ધમકી આપવાના આરોપમાં IPS અધિકારી અમિતાભ ઠાકુર દ્વારા 24 સપ્ટેમ્બર 2015ના રોજ લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ બાબત લખનઉની મુખ્ય કોર્ટમાં નોધાયેલ છે.

TV9 Gujarati

પત્ની પાસે મોંઘી કાર, 5 કરોડથી વધારે સંપતિ

ઉમ્મેદવારીપત્રમાં મુલાયમ પાસે તેમના જ પુત્ર અને SP અધ્યક્ષ અખિલેશ યાદવનું દેવુ હોવાનું જણાવ્યું છે.  ઉમેદવારીપત્ર મુજબ તેમણે અખિલેશની પાસેથી 2 કરોડ 13 લાખ 80 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. મુલાયમ દ્વારા દાખલ કરવામાં આવેલા ઉમ્મેદવારીપત્રમાં વર્ષ 2017-18માં 32 લાખ 02 હજાર 615 રૂપિયાની કુલ આવક દર્શાવી હતી. ત્યારે તેમની પત્ની સાધના યાદવની આવક 25 લાખ 61 હજાર 170 રૂપિયા જણાવી હતી. સાધના યાદવની પાસે 5 કરોડ 6 લાખ 86 હજાર 842 રૂપિયાની સંપતિ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:17 pm, Tue, 2 April 19