Modi Cabinet Reshuffle: મોદી સરકાર-2માં મંત્રી મંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ, પ્રધાન મંડળમાં જગ્યાને લઈને જંગ શરૂ

|

Jul 07, 2021 | 10:25 AM

જેડીયુ તરફથી માગ કરવામાં આવી છે કે, તેના સાંસદોની સંખ્યાના હિસાબે પ્રધાન બનાવવામાં આવે. બિહાર તરફથી તેના 16 સાંસદ છે એ હિસાબે જેડીયુ ઈચ્છે છે કે, મોદી કેબિનેટમાં તેના 4 પ્રધાન બને

Modi Cabinet Reshuffle: મોદી સરકાર-2માં મંત્રી મંડળના વિસ્તરણ(Cabinet Reshuffle)નું કાઉન્ટડાઉન શરૂ થતા હવે પ્રધાન મંડળમાં જગ્યાને લઈને જંગ શરૂ થઈ ગઈ છે. હવે જનતા દળ યૂનાઈટેડ (JDU)એટલે જેડીયુએએ મોદી સરકાર (Modi Government) સામે બિહાર ફોર્મ્યૂલા રાખી છે. જેડીયુ તરફથી માગ કરવામાં આવી છે કે, તેના સાંસદોની સંખ્યાના હિસાબે પ્રધાન બનાવવામાં આવે. બિહાર તરફથી તેના 16 સાંસદ છે એ હિસાબે જેડીયુ ઈચ્છે છે કે, મોદી કેબિનેટમાં તેના 4 પ્રધાન બને.

આ માટે તેણે ગણિત પણ આપ્યું છે કે બિહારથી ભાજપના 17 સાંસદ છે જેમાંથી પાંચને મંત્રી બનાવવામાં આવ્યા છે. જેડીયુ તરફથી 2019માં પણ આ વાત કહેવામાં આવી હતી. આ વખતે જેડીએએ અતિ ગરીબ, મહાદલિતને પ્રતિનિધિત્વ આપવાની માગ કરાઈ છે. આ માટે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહ દિલ્લી પહોંચી ગયા છે. એવી શક્યતા છે કે, તેને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જો કે આ અંગે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને સવાલ કરતા તેમણે મૌન ધારણ કર્યું.

બીજી તરફ એલજેપીના નેતા ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પારસને મોદી કેબિનેટમાં સ્થાન મળશે તેવી અટકળો ચાલી રહી છે જેને લઈને ચિરાગ પાસવાને પીએમ મોદીને પડકાર ફેંક્યો છે. ચિરાગે કહ્યું કે, જો એલજેપી કોટામાંથી સાંસદ પશુપતિ પારસને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે તો કોર્ટમાં જઈશું. તેમણે કહ્યું રાષ્ટ્રીય અધ્યક્ષ હું છું, પાર્ટી મારી છે, સમર્થન મારી પાસે છે. મારી મંજૂરી વગર પાર્ટીના કોટામાંથી કોઈ પણ સાંસદને મંત્રી બનાવવામાં આવે તે વાત ખોટી છે.

Next Video