યુવકનો ‘મોદી પ્રેમ’, 2019ની ચૂંટણીને લઈને લગ્નની કંકોત્રીમાં વડાપ્રધાન મોદી માટે કરી વોટની માગણી

|

Apr 05, 2019 | 7:27 AM

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક લગ્ન કંકોત્રીમાં મોદી પ્રેમ જોવા મળ્યો. યુવકે પોતાની કંકોત્રીમાં ચાંલ્લો સ્વીકારવાને બદલે એવી અપીલ કરી કે, ‘2019માં તમારો વોટ મોદીજી ને એ જ અમારો ઉપહાર છે.’ વાત છે, બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના વજેગઢ ગામની, જે ગામના યુવકે પોતાની કંકોત્રીમાં મોદીજીને વોટ આપવાની અપીલ કરી છે. યુવક અશોક ભાટીના લગ્ન 18 […]

યુવકનો મોદી પ્રેમ, 2019ની ચૂંટણીને લઈને લગ્નની કંકોત્રીમાં વડાપ્રધાન મોદી માટે કરી વોટની માગણી

Follow us on

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક લગ્ન કંકોત્રીમાં મોદી પ્રેમ જોવા મળ્યો. યુવકે પોતાની કંકોત્રીમાં ચાંલ્લો સ્વીકારવાને બદલે એવી અપીલ કરી કે, ‘2019માં તમારો વોટ મોદીજી ને એ જ અમારો ઉપહાર છે.’

વાત છે, બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના વજેગઢ ગામની, જે ગામના યુવકે પોતાની કંકોત્રીમાં મોદીજીને વોટ આપવાની અપીલ કરી છે. યુવક અશોક ભાટીના લગ્ન 18 એપ્રિલના રોજ છે. અશોકનુ કહેવુ છે કે, મોદીજીના શાસનમાં દેશ આગળ વધ્યો છે. સામાન્ય માણસોની વાત હવે સરકાર સાંભળે છે. માટે ફરી એક વખત મોદીજીની જીત થાય તે માટે અશોકે પોતાની કંકોત્રીમાં આ છપાવ્યું છે.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

વધુમાં અશોક ભાટીએ કહ્યું કે, હું સામાન્ય માણસ છું, કરિયાણાની દુકાન ચલાવુ છું. પરંતુ ગુજરાતનું ગૌરવ દેશ અને દુનિયામાં પોતાનો અને ગુજરાતનો ડંકો વગાડે છે. ઉપરાંત અશોકે નોટબંધી અને જીએસટીને પણ આવકાર્યા હતાં.

મહત્વની વાત એ છે કે, અશોકભાઈ કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલ નથી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાના સ્થાનિક ઉમેદવારો વિશે કોઈપણ ટિપ્પણી ન કરતા તેનું કહેવુ છે કે, ‘આ મારો મોદી પ્રેમ છે.’અને મોદી શ્રેષ્ઠ વડાપ્રધાન હોવાનુ જણાવ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article