Maharashtra : શિવસેનાના ધારાસભ્યએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને PM MODI વિશે લખ્યો પત્ર, જાણો પત્રમાં શું કહ્યું

|

Jun 20, 2021 | 7:15 PM

થાણેની ઓવલ-માજીવાડા વિધાનસભા બેઠકના શિવસેના (ShivSena)ના ધારાસભ્ય પ્રતાપ સરનાઇક(MLA Pratap Sarnaik) એ શિવસેનાના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન (CM Uddhav Thackeray) ને પત્ર લખ્યો છે.

Maharashtra : શિવસેનાના ધારાસભ્યએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને PM MODI વિશે લખ્યો પત્ર, જાણો પત્રમાં શું કહ્યું
FILE PHOTO : ShivSena MLA Pratap Sarnaik

Follow us on

Maharashtra : શિવસેના (ShivSena)ના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન (CM Uddhav Thackeray) ની વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણ અંગે વિવિધ નિવેદનો થઇ રહ્યા છે. આ મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે સાથે નથી, પણ સંબંધો તો પહેલા જેવા જ છે. આ બેઠક બાદ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પણ વડાપ્રધાન મોદી (PM MODI)ની પ્રસંશા કરી હતી. હવે શિવેસનાના જ એક ધારાસભ્યએ વડાપ્રધાન મોદી વિશે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે.

ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે લખ્યો પત્ર
મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક (MLA Pratap Sarnaik) એ શિવસેના (ShivSena)ના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન (CM Uddhav Thackeray) ને પત્ર લખીને ભાજપ સાથે હાથ મિલાવવાની સલાહ આપી છે. શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે સીએમ ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં કહ્યું છે કે કેન્દ્રીય એજન્સીઓ તેમને પરેશાન કરી રહી છે. તો હવે ભાજપ સાથે હાથ જોડો જેથી આપણા નેતાઓ બચી જાય.

આ માટે એક થાય ભાજપ અને શિવસેના
થાણેની ઓવલ-માજીવાડા વિધાનસભા બેઠકના શિવસેના (ShivSena)ના ધારાસભ્ય પ્રતાપ સરનાઇક(MLA Pratap Sarnaik) એ પોતાના પત્રમાં કહ્યું છે કે હવે ભાજપ અને શિવસેનાનું જોડાણ નથી પરંતુ તેમના નેતાઓ વચ્ચેનો સંબંધ હજુ પણ સારો છે, તેથી આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ.પાર્ટીના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે વધુમાં લખ્યું છે કે હવે પૂર્વ સાથીઓએ સાથે આવવું જોઈએ. ખાસ કરીને એવા સમયે જ્યારે મુંબઈ અને થાણે સહિત અનેક નિગમની ચૂંટણીઓ યોજાવાની છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

શિવસેનાના ધારાસભ્યો પાછળ કેન્દ્રની તપાસ એજેન્સીઓ
કેટલાક મીડિયા અહેવાલો અનુસાર શિવસેના (ShivSena)ના ધારાસભ્ય પ્રતાપ સરનાઇક(MLA Pratap Sarnaik) એ આગળ લખ્યું છે કે ઘણી કેન્દ્રીય એજન્સીઓ તેમની અને અનિલ પરબ અને રવિન્દ્ર વાઈકર જેવા શિવસેનાના નેતાઓની પાછળ છે. તેમને અને તેમના પરિવારજનોને પજવણી કરવામાં આવી રહી છે. જો ભાજપ અને શિવસેના એક સાથે આવે તો આ નેતાઓ આવી મુશ્કેલીઓથી બચી શકે છે.

ગયા વર્ષે મની લોન્ડરિંગ મામલે ઇડીએ પ્રતાપ સરનાઇકના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સિવાય તેમના પુત્ર વિહંગ સરનાઇકની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે રાજ્યની મહાવિકાસ અઘાડી સરકારે કેન્દ્ર સરકાર પર ધારાસભ્યોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

Next Article