Maharashtra: ઉદ્ધવ સરકારે 16 મહિનામાં જાહેરાતો-પ્રચાર પાછળ ખર્ચ્યા 155 કરોડ, RTI માં થયો ખુલાસો

|

Jul 05, 2021 | 4:39 PM

MUMBAI : આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ માહિતી અને જનસંપર્ક મહાનિર્દેશાલય પાસે RTI કરીને મહાવિકાસ અઘાડી (maha vikas aghadi) સરકારની રચના પછી જાહેરાતો-પ્રચારના ખર્ચ અંગેની માહિતી માંગી હતી. તેના જવાબમાં આ માહિતી સામે આવી છે.

Maharashtra: ઉદ્ધવ સરકારે 16 મહિનામાં જાહેરાતો-પ્રચાર પાછળ ખર્ચ્યા 155 કરોડ, RTI માં થયો ખુલાસો
FILE PHOTO

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (maha vikas aghadi) સરકારની રચના પછી 16 મહિનામાં જાહેરાતો-પ્રચાર પાછળ 155 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ માહિતી અને જનસંપર્ક મહાનિર્દેશાલય પાસે RTI કરીને મહાવિકાસ અઘાડી (maha vikas aghadi) સરકારની રચના પછી જાહેરાતો-પ્રચારના ખર્ચ અંગેની માહિતી માંગી હતી. તેના જવાબમાં આ માહિતી સામે આવી છે. આ 155 કરોડ રૂપિયામાંથી 5.99 કરોડ રૂપિયા સોશિયલ મીડિયા પાછળ ખર્ચ કર્યા હોવાનું RTI માં જણાવવામાં આવ્યું છે.

દર મહીને 9.6 કરોડનો ખર્ચ
મહારાષ્ટ્ર સરકાર (Maharashtra government) દ્વારા પ્રચાર અને જાહેરાતો પાછળ દર મહિને 9.6 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ આંકડાઓ 11 ડિસેમ્બર 2019 થી 12 માર્ચ 2021 સુધીના ​​છે.માહિતી અને જનસંપર્ક મહાનિર્દેશાલયે RTI એક્ટિવિસ્ટ અનિલ ગલગલીને આ માહિતી આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2019 માં 20.31 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જેમાં રસીકરણ અભિયાનના પ્રમોશનમાં સૌથી વધુ 19.92 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. વર્ષ 2020 માં સરકારના 26 વિભાગોના પ્રચાર અભિયાન પર કુલ 104.55 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.

Mosquitoes Bite: કયા લોકોને મચ્છર સૌથી વધારે કરડે છે અને કેમ? જાણો કારણ
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?

આ વર્ષે 12 વિભાગના પ્રચારમાં 29 કરોડનો ખર્ચ કરાયો
2021 માં માર્ચ મહિના સુધીમાં મહારાષ્ટ્ર સરકાર (Maharashtra government)ના 12 વિભાગોના જાહેરાતો અને પ્રચારમાં 29.79 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જલ જીવન મિશનના પ્રચારમાં રૂ. 1.88 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા.જ્યારે સોશિયલ મીડિયા પર 45 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગે 2.45 કરોડ ખર્ચ કર્યા છે, જેમાં 20 લાખ રૂપિયા સોશ્યલ મીડિયા પર ખર્ચ કર્યા છે.

લઘુમતી વિભાગે સોશિયલ મીડિયા પર 48 લાખનો ખર્ચ કર્યો
મહારાષ્ટ્ર સરકારના લઘુમતી વિભાગે સોશિયલ મીડિયા પર 50 લાખ રૂપિયામાંથી 48 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. જ્યારે જાહેર આરોગ્ય વિભાગે 3.15 કરોડ ખર્ચ કર્યા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ ગલગલીનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા ખર્ચ અંગે શંકા છે. આ આંકડાઓ આનાથી પણ વધારે હોઈ શકે છે. કારણ કે માહિતી અને જનસંપર્ક મહાનિર્દેશાલય પાસે સોશિયલ મીડિયાના ખર્ચની સંપૂર્ણ માહિતી નથી.

આ પણ વાંચો : Maharashtra: શું ફરી એક વાર BJP અને ShivSena સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો : Maharashtra: 6 કરોડ વર્ષ પહેલા રચાયેલ બેસાલ્ટ ખડકનો આધારસ્તંભ મળી આવ્યો, જાણો આ પાછળનું વૈજ્ઞાનીક કારણ

Published On - 4:29 pm, Mon, 5 July 21