Local Body Polls 2021 : પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારાના ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

|

Feb 02, 2021 | 7:02 PM

Local Body Polls 2021 : કુંવારા ગામે વિકાસના વાયદાનું પરિણામ ન મળતા ગ્રામજનો નારાજ. 15 વર્ષથી રોડનું કામ ન થતા રોષ છે.

Local Body Polls 2021 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગ્રામ્ય વિસ્તારમાં મતદારોનો રોષ પણ ભભૂકવા લાગ્યો છે.કેમ કે વિકાસની વાતોના નામે ખોબે ને ખોબે મત લઇ ગયેલ રાજકીય નેતાઓના વાયદા માત્ર વાયદા જ રહી ગયા છે. ચૂંટાયેલ નેતાઓની ટર્મ પુરી થઇ ગઇ પરંતુ કરેલા વિકાસતામોના વાયદા તો ત્યાં જ રહી ગયા. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામે અસુવિધાના કારણે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે.

સિદ્ધપુરના કુંવારા ગામમાં સુવિધાના નામે મીંડું
પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના લોકો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી આપી છે. કુંવારા ગામે વિકાસના વાયદાનું પરિણામ ન મળતા ગ્રામજનો નારાજ છે. કુંવારા ગામે 15 વર્ષથી રોડનું કામ ન થતા સ્થાનિકોમાં રોષ છે. આ ઉપરાંત ખેતી સાથે સંકળાયેલા વર્ગને ભૂંડ, રોઝડાનો ત્રાસ છે.કુંવારા ગામ પાણી-વીજળીનો પણ અભાવ છે.

સિદ્ધપુરના કુંવારા ગામના લોકોમાં રોષ
સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામમાં પાકા રોડ , રસ્તા , પાણીની સુવિધા , શિક્ષણની સુવિધા સહિતના વિકાસકાર્યો કરવાની ખાત્રી અને વચન ચૂંટાયેલ નેતાઓએ આપ્યા હતા પરંતુ નેતાઓ તેમના વાયદા પર ખરા ન ઉતર્યા જેથી હવે તે નેતાઓએ ગામમાં પ્રવેશ ન કરવાની ચીમકી ગામલોકોએ ઉચ્ચારી છે.કુંવારા ગામમાં નેતાઓએ મતદારોનો વિશ્વાસ મત મેળવી ચૂંટણી તો જીત્યા પરંતુ ગામમાં એકપણ વિકાસના પાયાનું કામ ન કરી શક્યા.

ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા
કુંવારા ગામના મતદારો અને સ્થાનિક લોકો છેલ્લા કેટલાય વર્ષોથી નજીકના ગામને જોડતા રોડની માંગ કરી રહ્યા છે અને નેતાઓ ચૂંટણીમાં મત માંગતા સમયે રોડની ગેરંટી આપીને મત મેળવી વિજયી બંને છે અને પછી મતદારો સમક્ષ આપેલ ગેરંટી તો દુર રહી જીતેલા કે હારેલા નેતાઓ ગામમાં નજર કરવા પણ આવતા નથી જેથી હવે ગામમાં કોઇપણ પક્ષના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ અને ચૂંટણી બહિષ્કારના હોડિંગ અને બેનર ગામના મુખ્ય દ્વાર આગળ જ લગાવી દીઘા છે .

Next Video