Local Body Polls 2021: તાપીમાં રાજકીય આગેવાનોની હાજરીમાં EVMની ચકાસણી

|

Feb 02, 2021 | 7:53 PM

Local Body Polls 2021: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કામગીરી શરૂ થઈ ગઈ છે. તાપી જિલ્લામાં ઈવીએમ મશીનના ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

Local Body Polls 2021: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કામગીરી શરૂ થઈ ગઈ છે. તાપી જિલ્લામાં ઈવીએમ મશીનના ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તાપીમાં રાજકીય પક્ષના આગેવાનોની હાજરીમાં 10 ટકા ઈવીએમ મશીનમાં મોકડ્રીલ સ્વરૂપે ડમી મતદાન કરવામાં આવ્યું હતું અને ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ચૂંટણીના પરિણામો બાદ વારંવાર ઈવીએમ મશીન પર સવાલ ઉઠાવવામાં આવે છે. જેને ધ્યાને રાખીને આ પ્રક્રિયા હાથ ધરાઈ છે.

 

 

આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આદર્શ બની રહે અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા આવે માટે ચૂંટણી વિભાગ સજ્જ થઈને કામગીરી કરી રહ્યું છે. તાપી જિલ્લામાં થનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિભાગ કામે લાગી જઈને તંત્રના કર્મીઓ દ્વારા 10 ટકા ઈવીએમ મશીનમાં મોકડ્રિલ રૂપે જાતે ડમી મતદાન કરીને મશીન દુરસ્તીની કાર્યવાહી રાજકીય પાર્ટી અને અધિકારીની નજરમાં કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Local Body Polls 2021 : વડોદરા મનપાના વોર્ડ નં-10માં ચારેય કોર્પોરેટર ભાજપના છતાં નથી મળતી સુવિધા

Next Video