Bihar Political News: LJP માં થયેલી તુટ બાદ, આ દિવસોમાં RJD ચિરાગ પાસવાનને આવકારવા માટે ખૂબ મથામણ કરી રહી છે. આ જ કારણ છે કે, RJDના વડા લાલુ યાદવ પણ ખુલ્લેઆમ ચિરાગ પાસવાનને (Chirag Paswan) ટેકો આપતા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એલજેપીમાં થયેલા અણબનાવ પછી પણ ચિરાગ પાસવાન LJPના નેતા છે. ઉપરાંત,જ્યારે લાલુને તેજસ્વી અને ચિરાગ પાસવાનના જોડાણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ બંનેનું સમર્થન કરતા હોવાનું જણાવ્યું હતું.
આ સાથે જ ચિરાગ પાસવાને કહ્યું કે, લાલુ યાદવને તેના પિતા રામવિલાસ પાસવાન સાથે જૂના સંબંધો છે. લાલુ યાદવ(Lalu Yadav) તમના વડીલ જેવા છે. ઉપરાંત ચિરાગે જણાવ્યું હતું કે, લાલુ યાદવ તેમને નેતા માને છે તે તેમના માટે ગૌરવની વાત છે. આ સાથે તે તેજસ્વી સાથે જોડાણ પર તેણે કોઈ જવાબ આપ્યો નહી. તેમણે મહાગઠબંધનને (Coalition)ટેકો આપવા બદલ લાલુ યાદવનો આભાર માન્યો અને કહ્યું કે આ સમયે તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાની આશીર્વાદ યાત્રા પર કેન્દ્રિત કરવા માંગે છે.
લાલુએ ચિરાગનું કર્યું સમર્થન
લાલુ યાદવે ચિરાગનું કર્યું સમર્થન કરી તેજસ્વી(Tejashvi)સાથેના જોડાણને ટેકો આપ્યો હતો.ત્યારે ચિરાગે જણાવ્યું હતું કે, લાલુ યાદવ અને તેમના પિતાએ એક સાથે મળીને ઘણું કામ કર્યું છે. અને તેમણે લાલુ યાદવનો તેમના સમર્થન બદલ આભાર માન્યો હતો. આપને જણાવવું રહ્યું કે, LJP માં અણબનાવ પછી અચાનક બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવ,ચિરાગ પાસવાન ને ટેકો આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
Whatever happened (rift in LJP), Chirag Paswan continues to be the leader of LJP. Yes, I want them…(to be together): RJD chief Lalu Prasad Yadav, when asked on Chirag Paswan-Tejashwi Yadav alliance in Bihar pic.twitter.com/tLOfAVglXz
— ANI (@ANI) August 3, 2021
લાલુએ દીકરા તેજસ્વીની પ્રશંસા કરી
લાલુ યાદવ આ દિવસોમાં તેમના પુત્ર તેજસ્વી યાદવની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં આરજેડી સરકાર બનવા જઈ રહી હતી.પરંતુ સતાધારી પક્ષના ગઠબંધનને કારણે છેતરપિંડીથી 10-15 મતોથી તેઓને હરાવ્યા હતા.સાથે જ લાલુ યાદવે શરદ યાદવ સાથેની મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી હતી. તેમણે કહ્યું કે તેઓ તેમની તબિયત પૂછવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શરદ યાદવ આ દિવસોમાં બીમાર છે.
આ પણ વાંચો: શરદ પવારે ટ્વીટ કરીને જણાવ્યું અમિત શાહ સાથેની બેઠકનું કારણ, દિલ્હીમાં મુલાકાત, મહારાષ્ટ્રમાં ખળભળાટ
આ પણ વાંચો:વિપક્ષી દળોની બેઠક એ 2024ની લોકસભા ચૂંટણીનું ટ્રેલર : કોંગ્રેસ