કેન્દ્રના બિલ પર કેજરીવાલનો સવાલ, સરકારનો મતબલ LG છે તો ચૂંટણી કેમ યોજી

|

Mar 18, 2021 | 4:12 PM

દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી એ લેફ્ટનન્ટ ગવર્નરની સત્તા વધારવાના કેન્દ્ર સરકારના બિલ વિરુદ્ધ બુધવારે જંતર-મંતર પર ધરણા કર્યા હતા અને સરકારને આ બિલ પરત ખેંચવાની માંગ કરી હતી.

કેન્દ્રના બિલ પર કેજરીવાલનો સવાલ, સરકારનો મતબલ LG છે તો ચૂંટણી કેમ યોજી
અરવિંદ કેજરીવાલ. ફાઈલ ફોટો

Follow us on

દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી એ લેફ્ટનન્ટ ગવર્નરની સત્તા વધારવાના કેન્દ્ર સરકારના બિલ વિરુદ્ધ બુધવારે જંતર-મંતર પર ધરણા કર્યા હતા અને સરકારને આ બિલ પરત ખેંચવાની માંગ કરી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ Kejriwal એ  કહ્યું કે આ એવું જ છે જેમકે કોઈ બાળક ક્રિકેટમાં હાર્યો હોય તો તે બેટ અને બોલ લઇને ભાગી ગયો. તેમણે કહ્યું કે બિલ સામે લોકોમાં ગુસ્સો છે.

Kejriwal એ  કહ્યું કે કેન્દ્ર સરકારે ત્રણ દિવસ પહેલા સંસદમાં કાયદો લાવ્યો છે. જેમાં લખ્યું છે કે હવેથી સરકારનો અર્થ એલ.જી. તો અમારું શું થશે, દિલ્હીની જનતાનું શું થશે, મુખ્યમંત્રીનું શું થશે? તો પછી દિલ્હીમાં કેમ ચૂંટણી યોજાઈ?

કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિશન રેડ્ડીએ સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (સુધારો) બિલ 2021 લોકસભામાં રજૂ કર્યું. બિલ પ્રમાણે, વિધાનસભામાં કોઈ કાયદો બનાવવા માટે દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નરની સલાહ લેવી પડશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ઉલ્લેખનીય છે કે, સોમવારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી.ડી. કિશન રેડ્ડીએ દિલ્હીની રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સરકાર (સુધારો) ખરડો 2021 સંસદમાં રજૂ કર્યો હતો. જેમાં 1991 કાયદાના અનુચ્છેદ 44 મુજબ લેફ્ટનન્ટ ગવર્નરના તમામ નિર્ણયો જે તેમના મંત્રીઓ અથવા બીજા લોકોની સલાહ પર લેવામાં આવશે તેની નોંધ લેફ્ટનન્ટ ગવર્નરના નામે કરવાની રહેશે. તેના દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરનું દિલ્હી સરકાર તરીકે વર્ણન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે ભાજપ પર દિલ્હી સરકારની શક્તિઓમાં ઘટાડો કરવાનો આરોપ મૂક્યો છે.

આ ઉપરાંત દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ પૂર્વે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘દિલ્હીની જનતાએ જાકારો આપ્યા બાદ ભાજપ લોકસભામાં ખરડો લાવીને ચૂંટાયેલી સરકારની સત્તા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ ખરડો બંધારણીય બેન્ચના નિર્ણયની વિરુદ્ધ છે. અમે ભાજપના ગેરબંધારણીય અને લોકશાહી વિરોધી પગલાની સખત ટીકા કરીએ છીએ.

જ્યારે અરવિંદ કેજરીવાલે બીજી ટ્વિટમાં લખ્યુ હતું કે બિલ કહે છેઃ 1. દિલ્હી માટે એલજીનો અર્થ ‘સરકાર’ હશે. તો પછી ચૂંટાયેલી સરકાર શું કરશે? 2. બધી ફાઇલો એલજી પાસે જશે. આ બંધારણીય બેન્ચના 04.07.2018ના રોજ આપવામાં આવેલ ચુકાદાની વિરુદ્ધ છે જેમાં કહેવામાં આવ્યું છે કે એલજીને ફાઇલો નહીં મોકલવામાં આવે. ચૂંટાયેલી સરકાર તમામ નિર્ણયો લેશે અને બાદમાં નિર્ણયની એક નકલ એલજીને મોકલવામાં આવશે.

Published On - 5:56 pm, Wed, 17 March 21

Next Article