ગિરિરાજ સિંહ Vs કન્હૈયા કુમાર: 28 કલાકમાં 28 લાખ રુપિયા કન્હૈયા કુમારને ચૂંટણી લડવા માટે લોકોએ આપ્યા

કન્હૈયાએ ભાજપે લડાઈ લડવા માટે લોકો પાસેથી વોટ સાથે નોટ માંગ્યા છે. લોકોએ કન્હૈયાને ભરપૂર મદદ કરી જેના લીધે  છેલ્લા 28 કલાકમાં કનૈયાએ 28 લાખ જેટલાં રુપિયા મળ્યાં છે. બિહારની બેગુસરાય લોકસભા સીટ પર રસપ્રદ ચૂંટણી જંગ જોવા મળશે. સમગ્ર દેશની નજર આ સીટ પર મંડાયેલી છે. એક તરફ બીજેપીના ગિરિરાજ સિંહ તો સામે જેએનયુ […]

ગિરિરાજ સિંહ Vs કન્હૈયા કુમાર: 28 કલાકમાં 28 લાખ રુપિયા કન્હૈયા કુમારને ચૂંટણી લડવા માટે લોકોએ આપ્યા
| Edited By: | Updated on: Mar 27, 2019 | 2:27 PM

કન્હૈયાએ ભાજપે લડાઈ લડવા માટે લોકો પાસેથી વોટ સાથે નોટ માંગ્યા છે. લોકોએ કન્હૈયાને ભરપૂર મદદ કરી જેના લીધે  છેલ્લા 28 કલાકમાં કનૈયાએ 28 લાખ જેટલાં રુપિયા મળ્યાં છે.

બિહારની બેગુસરાય લોકસભા સીટ પર રસપ્રદ ચૂંટણી જંગ જોવા મળશે. સમગ્ર દેશની નજર આ સીટ પર મંડાયેલી છે. એક તરફ બીજેપીના ગિરિરાજ સિંહ તો સામે જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અઘ્યક્ષ અને સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમાર છે. આરજેડીએ બેગુસરાય સીટ પરથી તનવીર હસનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કનૈયાએ ચૂંટણી લડવા માટે વોટ સાથે નોટ પણ માંગી રહ્યો છે. છેલ્લાં 28 કલાકમાં કનૈયાએ 28 લાખ એકઠા કર્યા છે.

TV9 Gujarati

 

કન્હૈયા કુમાર એક વિડીયો જાહેર કર્યો અને ઓનલાઈન ફંડ ઉઘરાવવાનુ અભિયાન શરૂ કર્યું. જોકે બિહારની ચૂંટણીમાં નોટ સાથે વોટ પહેલા પણ ઘણાબધા નેતાઓએ અજમાવ્યા છે. પ્રસિધ્ધ સમાજવાદી મધુ લિમયે હોય કે જ્યોર્જ ફર્નાન્ડિઝ, આમને લોકોએ વોટ પણ આપ્યા અને નોટ પણ આપ્યા છે.

2014મા થયેલી લોકસભા ચૂંટણીમા બેગુસરાય સીટ પર બીજેપીને 39.72 ટકા વોટ મળ્યા હતા. જો કે બીજા નંબર પર રહેલી આરજેડીને 34.31 ટકા મત મળ્યા હતા. કન્હૈયા કુમારની પાર્ટી સીપીઆઈના ઉમેદવારને 17.87 ટકા વોટ મળ્યા હતા. જો મતદારોની વાત કરીએ તો બેગુસરાયમાં આશરે પોણા 5 લાખ મતદારો છે. જે ભાજપના પરંપરાગત મતદારો માનવામાં આવે છે. ત્યાં જ 2.5 લાખ મુસલમાન મતદારો છે. ગિરિરાજ સિંહ અને કન્હૈયા કુમાર બન્ને સ્થાનિક ઉમેદવારો છે. જ્યારે આરજેડીએ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]