Jammu and Kashmir વિશેષ દરજ્જો હટાવ્યાના બે વર્ષ પૂરા, મહેબુબા મુફ્તી બોલી, અસ્તિત્વ ટકાવવા વિરોધ જરૂરી

|

Aug 05, 2021 | 4:40 PM

કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરને અપાયેલા વિશેષ દરજ્જો હટાવીને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કર્યુ હતુ. કેન્દ્ર સરકારની કામગીરીની વિરોધમાં મહેબુબા મુફ્તી અને પીડીપીના કાર્યકરોએ ભારે વિરોધ કર્યો હતો.

Jammu and Kashmir વિશેષ દરજ્જો હટાવ્યાના બે વર્ષ પૂરા, મહેબુબા મુફ્તી બોલી, અસ્તિત્વ ટકાવવા વિરોધ જરૂરી
Mehbooba Mufti

Follow us on

જમ્મુ કાશ્મીરને (Jammu-Kashmir) અપાયેલા વિશેષ દરજ્જો હટાવ્યાના બે વર્ષ પૂરા થતા પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીના અધ્યક્ષા મહેબુબા મુફ્તીએ ગૂરૂવારે કહ્યુ કે, જ્યારે લોકો ઉપર ઘોર અન્યાય કરવામાં આવતો હોય ત્યારે અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેનો વિરોધ કર્યા વિનો બીજો કોઈ રસ્તો રહેતો નથી.

કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરને અપાયેલા વિશેષ દરજ્જો હટાવીને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કર્યુ હતુ. કેન્દ્ર સરકારની કામગીરીની વિરોધમાં મહેબુબા મુફ્તી અને પીડીપીના કાર્યકરોએ ભારે વિરોધ કર્યો હતો.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાને ટ્વિટ કર્યુ છે કે, કોઈ શબ્દ કે તસ્વીર બે વર્ષ પહેલા આ કાળા દિવસે જમ્મુ કાશ્મીરની પીડા, ઉત્પીડન, ઉથલપાથલને વર્ણાવવા માટે પૂરતા નથી. જ્યારે નિરંકુશ ઉત્પીડન કરવામાં આવે, અન્યાય કરવામાં આવે ત્યારે અસ્તિત્વ ટકાવી રાખવા માટે વિરોધ કરવો એ એક જ રસ્તો રહે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

5 ઓગસ્ટ 2019ના રોજ વિશેષ દરજ્જો દૂર કરાયો હતો

કેન્દ્ર સરકારે પાંચ ઓગસ્ટ 2019ના રોજ, જમ્મુ કાશ્મીરને અપાયેલો વિશેષ દરજ્જો સમાપ્ત કરી દીધો હતો અને જ્મ્મુ કાશ્મીરને બે ભાગમાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો હતો.
મુફ્તી અને તેમના પક્ષના કાર્યકરો બે વર્ષ પહેલા કેન્દ્ર સરકારના આ પગલાનો વિરોધ કર્યો હતો. જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના ખુર્શીદ આલમે કહ્યુ કે, પાંચમી ઓગસ્ટનો દિવસ જમ્મુ કાશ્મીરના ઈતિહાસમાં કાળા પથ્થર સમાન રહેશે.આ દિવસ જમ્મુ કાશ્મીરના લોકો માટે રાજનૈતિક અને મનોવૈજ્ઞિનક રીતે મોટા આંચકા સમાન છે.

કલમ 370 હટાવ્યા બાદ બે વર્ષ બાદ કાશ્મીરમાં શુ બદલાયુ
બંધારણની કલમ 370 હટાવ્યા બાદ, 2 વર્ષમાં કાશ્મીરમાં અનેક ફેરફાર થયા છે. કેન્દ્રીય ગૃહ વિભાગ પાસે ઉપલબ્ધ આંકડા મુજબ જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં પથ્થરમારાની ઘટના 2019ની સરખામણીએ 88 ટકા બનાવો ઓછા થયા હતા. આવા બનાવોમાં સુરક્ષા બળના જવાનો સામાન્ય નાગરીકોને ઈજા થવાનો બનાવો 84 ટકા ઘટયા હતા.

આંકડા મુજબ, 2019માં જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન ખીણ પ્રદેશમાં પથ્થરમારાની 618 ઘટનાઓ નોંધાઈ હતી. 2020માં આ ઘટના ઘટીને 222 અને 2021માં માત્ર 76 નોંધાયા છે. આવી ઘટનાઓમાં સુરક્ષા દળના જવાનોને ઈજા પહોચવાના બનાવો 2019માં ઈજાગ્રસ્ત થવાના બનાવ 64 નોંધાયા હતા. 2021 આવા બનાવો માત્ર 10 જ નોંધાયા હતા. પેલેટ ગન અને લાઠીચાર્જને કારણે નાગરિકોને ઈજા પહોચવાના બનાવોમાં પણ ઘટાડો થયો હતો. 2019માં 339 અને 2021માં 25 બનાવ બન્યા હતા.

Next Article