કોગ્રેસમાંથી રાજીનામા આપેલા આઠ પૈકી બીજેપીમાં જોડાયેલા પાંચ પુર્વ ધારાસભ્યોને, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ટીકીટ આપવાની તૈયારી બીજેપી કરી રહી છે, જ્યારે બાકીના 3 પુર્વ ધારાસભ્યોને ટીકીટ નહી અપાય. તેમના બદલે બીજેપીના સિનિયર આગેવાનોને બીજેપી ટીકીટ આપશે. જે પૈકી બે નામ તો નક્કી થઇ ગયા છે, જ્યારે ત્રીજા માટે હજુ પણ નામને લઇને ચર્ચાઓ ચાલી રહી છે,
ગુજરાતમાં રાજ્યસભાની ચૂટણી માટે બીજેપીએ ગુજરાતમાંથી ત્રણ ઉમેદવારો ઉતાર્યા,, જ્યારે કોગ્રેસે બે ઉમેદવાર ઉતાર્યા,, કોગ્રેસને વિશ્વાસ હતો કે જો તેના ધારાસભ્યો અકબંધ રહેશે અને સહયોગીઓનો સાથ મળશે તો તેના બન્ને ઉમેદવાર જીતી જશે,, પણ કોગ્રેસની ધારણા ખોટી પડી,, પહેલા પાંચ ધારાસભ્યો પછી ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપી કોગ્રેસના ઇરાદાઓ ઉપર પાણી ફેરવી દીધુ,
હવે કોગ્રેસમાંથી રાજીનામા આપી ચૂકેલા પાંચ પુર્વ ધારાસભ્યોને વિવિધત રીતે કેસરીયો ધારણ કરી લીધો છે, જેમાં કપરાડાના જીતુ ચૌધરી, મોરબીના બ્રિજેશ મેરજા, ધારીના જે વી કાકડીયા, કરજણના અક્ષય પટેલ અન અબડાસાના પ્રદ્યુમન સિહ જાડેજા બીજેપીમા જોડાઇ ગયા, જ્યારે લિંમડીના સોમા ભાઇ પટેલ, ગઢડાના પ્રવિણ મારુ, અને ડાંગના મંગળ ગાવીત હજુ સુધી બીજેપીમા જોડાયા નથી, અથવા એમ કહીએ કે બીજેપીએ તેમને જોડ્યા નથી,
મહત્વની વાત એ છે કે અબડાસાના પુર્વ એમએલએ પ્રદ્યુમન સિહ જાડેજા પહેલા જ કહી ચુક્યા છે કે બીજેપી તેમને ટીકીટ આપવાની છે, અને તેમના વિસ્તારોના કામ પણ કરવાની છે, તેની સાથે બાકીના પાંચ લોકો પણ એ જ રીતે જોડાયા છે કે આગામી સપ્ટેમ્બરમાં જ્યારે પેટા ઇલેક્શન આવશે ત્યારે ભાજપ કમ સે આ પાચ લોકોને ટીકીટ આપવાનુ મન બનાવી લીધી છે, જેને લઇને કોર કમિટીની બેઠકમાં પણ ચર્ચા થઇ છે,
જ્યારે ભાજપના કેટલાક ઉચ્ચ પદસ્થ સુત્રો કહે છે કે લિંંમડી બેઠક માટે ભાજપ, કિરીટસિહ રાણાને ટીકીટ આપવા માટે વિચારણા કરી રહી છે, તો ગઢડાથી પુર્વ પ્રધાન આત્મારામ પરમારને ટીકીટ આપીને તેમને ફરીથી કેબીનેટ પ્રધાન ઇશ્વર પરમારની જગ્યાએ લાવી શકે છે, જ્યારે ડાંગમા પણ મંગળ ગાવીતના વિકલ્પ સ્વરુપે પાર્ટી સ્થાનિક નેતાની પસંદગી કરશે
બીજેપી સંગઠનથી જીતશે પેટાચૂટણી- ભરત પંડ્યા-
આ અંગે ભાજપના પ્રવક્તા ભરત પડ્યાએ કહ્યુ છે હાલ તો આઠેય બેઠક પણ પેટા ચૂટણીઓ જીતવા માટે સરકાર અને સંગઠનના સિનિયર પદાધિકારીની નિમણુક કરી દેવાઇ છે તેઓ બધી સીટોની પેટા ચૂટણી જીતાય તે માટે વ્યવસ્થા ગોઠવશે,, જ્યારે ટીકીટ કોને આપવી અને કોને નહી તે અંગે કેન્દ્રીય ભાજપ પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરતુ હોય છે,,
પ્રજાદ્રોહ પક્ષદ્રોહના નારાથી હરાવીશુ- મનીષ દોશી-
જ્યારે આ અંગે કોગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યુ કે જે ધારાસભ્યોએ કોગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે તેઓએ પ્રજા દ્રોહ કર્યો છે , પક્ષ દ્રોહ કર્યો છે, તેમના વિરુધ્ધ અમે સ્થાનિક સ્તરે પ્રચાર શરુ કર્યો છે, આની પહેલા પણ અલ્પેશ પટેલ અને ધવલસિહ ઝાલાના કેસમાં અમારો કેમ્પેઇનિંગ કામ લાગ્યો હતો, અને બન્ને ઉમેદવારોને પ્રજા જાકારો આપી ચુકી છે આ વખતે પણ અમારી આ જ રણનિતિ રહેશે,
ભાજપને અતિ વિશ્વાસ ભારે પડી શકે છે- પ્રશાંત ગઢવી-
રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી માને છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ કોગ્રેસના ધારાસભ્યોને તોડ્યા તેના કારણે મતદારોના મનમાં આધાત જરુરથી લાગે છે, પણ આનાથી ભાજપને હરખાવવાની જરુર નથી કારણ કે જે રીતે કોગ્રેસના પુર્વ ધારાસભ્યો આવ્યા તેના કારણે કારણે જ, મોરબી, જેવા વિધાનસભા વિસ્તારોમાં તો સ્થાનિક બીજેપીના કાર્યકર્તાઓ જ નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે, અને એટલે જ કમલમ પર કોઇ પણ પ્રકારની હુસાંતુસી નથી તે બતાવવા માટે પુર્વ ધારાસભ્યોને જોડવામા માટે જે તે જિલ્લાના પદાધિકારીઓને બોલાવાયા હતા, પણ આંતરિક કચવાટ છે,
રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ સાથે દગો કરનાર ગાંધી વિચારધારા ને વરેલા પૂર્વ ધારાસભ્યો ને બીજેપી દ્વારા કમલમ ખાતે કેસરિયો પહેરાવ્યા બાદ આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ટિકિટ આપશે.બીજેપી દ્વારા કોંગ્રેસના પૂર્વ પાંચ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવશે.જોકે લીમડી ,ગઢડા અને ડાંગ માં પૂર્વ ધારાસભ્યો સાથે થયેલ રાજકીય સોદાબાજીના ભાગ રૂપે ટિકિટ નહિ અપાય.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 10 બેઠકો ખાલી છે. જે પૈકી દ્વારકા બેઠકની ચૂંટણીનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે જ્યારે મોરવા હડફ બેઠકના ઉમેદવારે ખોટું જાતી નું પ્રમાણપત્ર રજૂ કરી હોવાના મુદ્દે ચૂંટણી રદ થઈ છે. તો બાકીના આઠ કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને રાજીનામાં ધરી દીધા હતા.