Vijay Rupani Resignation: હું કાર્યકર અને સંગઠનમાં પાર્ટી કહેશે તેમ કામ કરતો રહીશ : રૂપાણી

|

Sep 11, 2021 | 8:00 PM

વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપતાની સાથે જ એક સવાલ એ પણ ચર્ચાઈ રહ્યો છે કે હવે વિજય રૂપાણીને શું ભૂમિકા સોંપવામાં આવશે ?

વિજય રૂપાણીએ રાજીનામું આપી દેતા કહ્યું કે, તેઓ કાર્યકર અને સંગઠનમાં પાર્ટી કહેશે તેમ કામ કરતાં રહેશે. વિજય રૂપાણીના 5 વર્ષનો ગુજરાતનો કાર્યકાળ હમણાં જ પૂરો થયો છે અને 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપએ મોટો દાવ ખેલ્યો છે. રાજીનામું આપતી વખતે વિજય રૂપાણીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તે આવનાર સમયમાં ભાજપ માટે શું કરશે તેમની ભૂમિકા શું રહેશે ?

ભાજપ સંગઠનમાં કામ કરીશ : પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી
રૂપાણીએ મુખ્યપ્રધાન પદથી રાજીનામું આપતી વખતે કહ્યું કે નવી ઉર્જા સાથે ભાજપના સંગઠનમાં વધુ મજબૂત કરવાની હામ સાથે તેમણે ઉલ્લેખ કર્યો હતો. સાથે જ પાર્ટી તરફથી જ્યારે અને જેવી જવાબદારી મળશે તેની સપૂર્ણ દાયિત્વ સાથે નિષ્ઠાથી આગળ કામ કરશે. તેમને પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નેજા હેઠળ માર્ગદર્શનમાં કામ કરવાની વાત કહી હતી.

વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપતાની સાથે જ એક સવાલ એ પણ ચર્ચાઈ રહ્યો છે કે હવે વિજય રૂપાણીને શું ભૂમિકા સોંપવામાં આવશે ? સૂત્રોનું માનીએ તો ટુંક સમયમાં વિજય રૂપાણીને ભાજપ સંગઠનમાં મહત્વની જવાબદારી મળવાના એંધાણ છે. વિજય રૂપાણી પહેલાથી જ ભાજપ સંગઠનમાં કામ કરતાં આવ્યા છે ત્યારે હવે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામાં બાદ આગળ પણ ભાજપ વધુ મહત્વની જવાબદારી આપી રાષ્ટ્રીય કક્ષાએ તેમના અનુભવનો ઉપયોગ કરી શકે છે શું તેમને પણ આનંદીબેન પટેલની જેમ કોઇ રાજ્યના રાજ્યપાલ તરીકે જવાબદારી સોંપાઇ શકે કે પછી પાર્ટી આવનારી ચૂંટણીમાં તેમના અનુભવનો ઉપયોગ કરશે.

Published On - 7:58 pm, Sat, 11 September 21

Next Video