હાર્દિક પટેલે CMના ગઢમાં પાડ્યું ગાબડું, ભાજપના મહિલા કોર્પોરેટર સહિત 20થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા

ભાજપના ગઢ ગણાતા રાજકોટ શહેરમાં કોંગ્રેસે ગાબડું પાડ્યુ છે. રાજકોટના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર દક્ષા ભેંસણીયા ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસના કાર્યકારી અઘ્યક્ષ હાર્દિક પટેલે ખેસ પહેરાવીને કોંગ્રેસમાં સ્વાગત કર્યુ. દક્ષાબેનની સાથે રાજકોટ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણી, એબીવીપીના 20 જેટલા કાર્યકર્તાઓ અને એનજીઓના સંચાલકે પણ કોંગ્રેસનો હાથ […]

હાર્દિક પટેલે CMના ગઢમાં પાડ્યું ગાબડું, ભાજપના મહિલા કોર્પોરેટર સહિત 20થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા
ફાઈલ ફોટો
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:20 PM

ભાજપના ગઢ ગણાતા રાજકોટ શહેરમાં કોંગ્રેસે ગાબડું પાડ્યુ છે. રાજકોટના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર દક્ષા ભેંસણીયા ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસના કાર્યકારી અઘ્યક્ષ હાર્દિક પટેલે ખેસ પહેરાવીને કોંગ્રેસમાં સ્વાગત કર્યુ. દક્ષાબેનની સાથે રાજકોટ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણી, એબીવીપીના 20 જેટલા કાર્યકર્તાઓ અને એનજીઓના સંચાલકે પણ કોંગ્રેસનો હાથ પકડ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે આ તો શરૂઆત છે, આગામી દિવસોમાં પાંચ જેટલા કોર્પોરેટરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ ભાજપે દક્ષા ભેંસણિયા પર નિવેદન આપતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી તેઓનું વર્તન પક્ષ વિરોધી હતું અને ચૂંટણી લડવાની મનેચ્છાએ તેઓ જોડાયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:59 am, Thu, 3 September 20