હાર્દિક પટેલને મોટો ઝટકો, ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી નહી લડી શકે 2019ની ચૂંટણી

 પાટીદાર અનામત આંદોલન સમિતીના સંયોજક અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી નહી લડી શકે. હાર્દીકને હાઈકોર્ટ તરફથી કોઈ રાહત ન મળતા ચૂંટણી લડવુ લગભગ અશક્ય. વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કેસમા થયેલી સજાનો હુકમ મોકુફ રાખવા હાર્દિક પટેલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ હાઈકોર્ટ તરફથી પણ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને કોઈ રાહત મળી નથી. […]

હાર્દિક પટેલને મોટો ઝટકો, ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી નહી લડી શકે 2019ની ચૂંટણી
| Edited By: | Updated on: Mar 29, 2019 | 2:04 PM

 પાટીદાર અનામત આંદોલન સમિતીના સંયોજક અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી નહી લડી શકે. હાર્દીકને હાઈકોર્ટ તરફથી કોઈ રાહત ન મળતા ચૂંટણી લડવુ લગભગ અશક્ય.

વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કેસમા થયેલી સજાનો હુકમ મોકુફ રાખવા હાર્દિક પટેલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ હાઈકોર્ટ તરફથી પણ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને કોઈ રાહત મળી નથી. મહત્વનું છે કે, હાઈકોર્ટે ચુકાદો આપતા પહેલા અવલોકન કર્યુ કે નિચલી કોર્ટનો ચુકાદો ગેરવ્યાજબી માની સજા મોકુફ રાખી શકાય તેમ નથી.

TV9 Gujarati

 

હાર્દિક પટેલને રાજકીય કરિયરમાં તેના પર ચાલી રહેલા કેસો અને સજાઓ રસ્તામાં અડચણ બનેલા છે અને તેવો જ એક ચુકાદો આજે હાઈકોર્ટે આપ્યો છે. જો કે હાર્દિક પાસે સુપ્રિમનો માર્ગ ખુલ્લો છે, પરંતુ સુપ્રિમ કરતા મોટી સમસ્યા સમય મર્યાદા છે, કારણ કે, લોકસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. જોકે રજાના દિવસો બાદ કરીએ તો હાર્દિક પાસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે માત્ર 4 દિવસ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]