Gujarat Politics: ગુજરાતમાં ‘આપ’ પાર્ટીનો ચહેરો બનનારા ઈસુદાને કહ્યું કેજરીવાલ બુટલેગર કે મર્ડરનાં આરોપી નથી, પાટીદાર CM મુદ્દે ગોળગોળ જવાબ

|

Jun 16, 2021 | 5:38 PM

Gujarat Politics: ગુજરાતમાં 'આપ' પાર્ટીને પોતાનો ચહેરો મળ્યો અને દિલ્હીનાં મુખ્યપ્રધાન તેમજ પાર્ટીનાં મુખ્યા અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) જેને પોતાનો ચહેરો ગણાવ્યો તેવા ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)એ પાર્ટીમાં એન્ટ્રી કરીને ગુજરાતનાં રાજકારણ(Gujarat Politics)માં એક નવા અધ્યાયને જોડવાની કોશિશ કરી

Gujarat Politics: વિધાનસભાની ચૂંટણી(Vidhansabha Election) ભલે 2022માં આવશે પરંતું ધમધમાટ અને હોકારા પડકારા અત્યારથી જ શરૂ થઈ ગયા છે. અત્યાર સુધી વિપક્ષ તરીકે કોંગ્રેસ (Congress) પક્ષ ભાજપ(BJP)ને લડત આપવાની કોશિશમાં હતો. જો કે તોડા સમય પહેલા યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં 27 બેઠક લાવીને ‘આપ’ પાર્ટી(AAP Party)એ ગુજરાતમાં પોતાની હાજરીને નોંધાવી. ખાસ કરીને સુરતમાં નોંધ એટલે લેવાઈ કેમકે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સુરતથી છે અને તેવામાં ભાજપ માટે આ પડકાર ગણાવાયું.

ગુજરાતમાં એમ કહેવાતું રહ્યું છે કે ત્રીજો મોરચો (Third Front) સફળ નથી રહ્યો અને ‘આપ’ પાર્ટી પણ કઈક આ જ રીતે ખોવાઈ જશે, આ દાવો ભાજપનાં નેતાઓ કરી રહ્યા છે. જો કે આ બધા વચ્ચે ગુજરાતમાં ‘આપ’ પાર્ટીને પોતાનો ચહેરો મળ્યો અને દિલ્હીનાં મુખ્યપ્રધાન તેમજ પાર્ટીનાં મુખ્યા અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) જેને પોતાનો ચહેરો ગણાવ્યો તેવા ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)એ પાર્ટીમાં એન્ટ્રી કરીને ગુજરાતનાં રાજકારણ(Gujarat Politics)માં એક નવા અધ્યાયને જોડવાની કોશિશ કરી છે.

મૂળે પત્રકાર તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવતા ઈસુદાને પત્રકારત્વને અલવિદા કરીને અરવિંદ કેજરીવાલની પાર્ટીનો હાથ પકડ્યો. યુવાન હોવાની સાથે ઘણા બધા મુદ્દા પર પ્રવર્તમાન સરકાર સાથે શિંગડા ભેરવનારા આ પૂર્વ પત્રકાર સાથે ટીવી નાઈને ખાસ વાતચીત કરી અને જાણવાની કોશિશ કરી કે તેમણે  શા માટે પકડયું આપ નું ઝાડુ? વિવિધ મુદ્દા દરમિયાન તેમણે ભાજપ- કોંગ્રેસના અમુક નેતા ને સારા પણ ગણાવ્યા.

ઈસુદાનને ધારદાર સવાલો કરવામાં આવ્યા કે ત્રીજો મોરચો ગુજરાતમાં નિષ્ફળ, ‘આપ ‘ કેટલું કાઠું કાઢશે? , કેજરીવાલ નું જ કહ્યું માનશે ગઢવી?, ગુજરાતમાં ટીમ કોણ બનાવશે?જ્ઞાતિ ગણિતથી ઉપર ઉઠીને કરશે રાજનીતિ?, ગઢવીએ લોકોની વચ્ચે જઈને કોરોનાનાં નિયમો તોડયા !, હાલમાં મંદિર-મંદિર ફરી રહ્યા છે ગઢવી, ગુજરાત માટે રોડ મેપ તૈયાર? વગેરે પર તેમણે રસપ્રદ જવાબો આપ્યા. સાતે જ જાડી ચામડીના થઈ જશે ઈસુદાન? , મુસ્લિમ તુષ્ટિકરણ અને ખોટા નિર્ણયોનો વિરોધ કરશે ગઢવી? વગેરે પર પણ તેમણે ખુલીને જવાબ આપ્યા. તો સાંભળો આ રસપ્રદ રાજકીય એન્કાઉન્ટર ઈસુદાન ગઢવી સાથે.

 

Published On - 5:37 pm, Wed, 16 June 21

Next Video