શહીદ જવાનોના પરિવાર માટે ગુજરાત સરકારમાં માત્ર 4 લાખ રુપિયા આપવાની પોલીસી, CM વિજ્ય રુપાણીએ ક્હ્યું આગામી સમયમાં શહીદોના પરિવારને મળતી રકમ વધારવા અંગે નિર્ણય લઈશું

|

Feb 17, 2019 | 8:29 AM

દેશમાં વિવિધ રાજ્યોમાં શહીદ થનારાં સૈનિકોને આપવામાં આવતી વળતરની રકમ અલગ અલગ હોય છે. હરિયાણામાં, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત સરકાર પણ પોતાની ચાર લાખ વળતરની રકમની પોલીસીમાં બદલાવ કરી શકે છે. ગુજરાત પણ હવે દેશ માટે શહીદ થનારા લશ્કર અને અર્ધ લશ્કર જવાનોના પરિવાર જનો માટે વળતરની રકમ વધારવાની માંગ ઉઠી રહી […]

શહીદ જવાનોના પરિવાર માટે ગુજરાત સરકારમાં માત્ર 4 લાખ રુપિયા આપવાની પોલીસી, CM વિજ્ય રુપાણીએ ક્હ્યું આગામી સમયમાં શહીદોના પરિવારને મળતી રકમ વધારવા અંગે નિર્ણય લઈશું

Follow us on

દેશમાં વિવિધ રાજ્યોમાં શહીદ થનારાં સૈનિકોને આપવામાં આવતી વળતરની રકમ અલગ અલગ હોય છે. હરિયાણામાં, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત સરકાર પણ પોતાની ચાર લાખ વળતરની રકમની પોલીસીમાં બદલાવ કરી શકે છે.

ગુજરાત પણ હવે દેશ માટે શહીદ થનારા લશ્કર અને અર્ધ લશ્કર જવાનોના પરિવાર જનો માટે વળતરની રકમ વધારવાની માંગ ઉઠી રહી છે ,અત્યાર સુધી સ્થાનિક સરકારની પોલીસી પ્રમાણે માત્ર ચાર લાખની રકમ વળતર પેટે શહીદોના પરિવારોને અપાય છે, જ્યારે તેની સામે હરિયાણા મધ્ય પ્રદેશ અને યુપીમાં આ રકમ 50 લાખ છે, તો રાજસ્થાનમાં વળતરની સાથે પરિવાર પૈકી એકને સરકારી નોકરી આપવાની પણ પરંપરા છે, ત્યારે હવે ગુજરાત સરકાર પણ આ વળતરની રકમમાં વધારો કરવાનુ વિચારી રહી છે.

જમ્મુ કાશ્મીરના પુલવામાં જે રીતે આત્મઘાતી હુમલામાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થયાં. તેને ધ્યાનમાં રાખીને દેશભરમાં કેટલાક લોકોએ વ્યક્તિગત તો સંખ્યા બંધ સંસ્થાઓએ શહીદ પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી નાખી. વિવિધ રાજ્ય સરકારોએ સહાયની જાહેરાત કરી દીધી. જેમાં ભાજપ-શાસિત ઉત્તર પ્રદેશ અને  હરિયાણાએ 50 લાખ સહાયરુપે શહીદોના પરિવારોને આપ્યા.  બીજી તરફ કોગ્રેસ-શાસિત મધ્ય પ્રદેશે 50 લાખ,જ્યારે રાજસ્થાને તો 25 લાખની સાથે શહીદ પરિવાર પૈકી એકને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી. દિલ્હી જેવી અર્ધ રાજ્ય સરકારે એક કરોડની જાહેરાત કરી છે તો તેની સામે ગુજરાતમાં આવા શહીદો માટે માત્ર 4 લાખ વળતર પેટે આપવાની જાહેરાત છે.  રાજ્યમાં  કોગ્રેસે આ સહાય વધારવાની માગ કરી છે.

TV9 Gujarati

ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ

 

મનિષ દોશી, પ્રવક્તા ગુજરાત કોગ્રેસે કહ્યું કે આ સૈનિક જીવની બાજી લગાવી દેતા હોય છે, ત્યારે તેમના પરિવારનું શું? તેમના બાળકોનુ શું?  તે તમામ બાબતો ઘ્યાન રાખવી જોઇએ.  ત્યારે રાજ્યમાં સહાય આ વધારવી જાઇએ જેમ ઉદ્યોગ પતિઓને મદદ કરે છે શહીદોના પરિવારોને પણ મદદ કરવી જોઈએ.

રાજ્ય સરકારના સંબધિત વિભાગના અધિકારીઓની માનીએ તો રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી શહીદો માટે વળતરના નાણા આપવાની એક નિશ્ચિત પોલીસી છે, જેમા શહીદના પરિવારોને ચાર લાખ જ્યારે જે જવાનો રીટાયર્ડ થાય છે,તેમને સાંથણીની જમીનો પણ આપવાની જોગવાઇ કરાઇ છે. વધુમાં તર્ક અપાયો કે બાકીના રાજ્યોમાં કોઇ નિશ્ચિત વળતર માટે પોલીસી નથી, પરિણામે તેઓ ઇચ્છા થાય તેટલી રકમ આપી શકે છે, જ્યારે ગુજરાત માટે આ શક્ય નથી.  રાજ્યમાં ભાજપ સંગઠન પણ માને છે કે 4 લાખ એ વળતર તરીકે રુપિયા ઓછા છે પણ રાજ્ય સરકાર આના માટે વિચાર કરશે તેવો દાવો કરાઇ રહ્યો છે. જ્યારે સીએમ વિજય રુપાણી સ્વય માને છે કે આગામી દિવસોમાં બેઠક કરીને નિશ્ચિત નિર્ણય લેવાશે. આઇ કે જાડેજા, ઉપાધ્યક્ષ, ભાજપ કહ્યું કે  આ સરકારનો પ્રશ્ન છે, ત્યારે સરકાર સમય સમયે નિર્ણ કરવો પડે છે  તો સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્યણ કરશે.

મુખ્યમંત્રી  વિજય રુપાણી કહ્યું કે જે રીતે જવાનો શહીદ થયા તેને લઇને દેશભર તેમને શ્રધ્ધાજંલિ પાઇ રહી છે, નાગરિકોમાં પાકિસ્તાન સામે રોષ છે, પણ વળતર વધારવુ અને કટલું વધારવુ તેને લઇને સરકારમાં બેસીને નિર્ણય કરવો પડશે,

આમ તો ગુજરાતમાં પહેલા પણ શહીદોના પરિવારોએ વળતર વધારવા માટે રજુઆત કરી ચુક્યા હતા, પણ આવખતે મામલો થોડો વધુ ગંભીર છે, સાથે અન્ય રાજ્યો જે રીતે શહીદ પરિવારે મસમોટી આર્થિક સહાય કરી રહ્યા છે,તેેને જોતા ગુજરાત સરકાર ઉપર પણ દબાણ વધી રહ્યો છે, જેથી હવે તેઓ પણ આગામી દિવસોમાં શહીદ પરિવારો માટે આર્થિક વળતરમાં વધારો કરવાનો વિચારી રહ્યા છે.

[yop_poll id=1500]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:46 pm, Sat, 16 February 19

Next Article