Gujarat Elections 2021 Results : કોંગ્રેસના આદિવાસી ગઢ ડાંગમાં ભાજપે ભગવો લહેરાયો, જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો

|

Mar 02, 2021 | 7:26 PM

ગુજરાતમાં કોંગ્રેસનો અત્યાર સુધી ગઢ ગણાતી ડાંગ જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જેમાં ડાંગ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતે કોશીમદા બેઠક પર જીત મેળવી છે.

Gujarat Elections 2021 Results : કોંગ્રેસના આદિવાસી ગઢ ડાંગમાં ભાજપે ભગવો લહેરાયો, જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો

Follow us on

Gujarat Elections 2021 Results  : ગુજરાતમાં કોંગ્રેસનો અત્યાર સુધી ગઢ ગણાતી ડાંગ જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જેમાં ડાંગ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતે કોશીમદા બેઠક પર જીત મેળવી છે. તેમણે સ્થાનિક ઉમેદવાર રાજેશ ગામીતને હરાવીને આ બેઠક ભાજપને જીતાડી છે. તેની સાથે જે તેમણે ડાંગ જિલ્લાથી કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા છે. ડાંગ જિલ્લામાં રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડાંગ જિલ્લા પંચાયત અને આહવા, સુબીર અને વઘઇ તાલુકા પંચાયતમાં 74.57 ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું. આ જિલ્લામાં કુલ ત્રણ ઉમેદવારો બિન હરીફ થયા હતા. જેમાં બે ભાજપના અને એક અપક્ષ ઉમેદવાર હતા.

જેમાં ડાંગ જિલ્લામાં 18 બેઠકમાંથી 17 બેઠક ભાજપને મળી હતી તેમજ એક બેઠક કોંગ્રેસને ફાળે ગઇ છે. જેમાં ડાંગ જિલ્લામાં 18 બેઠકમાંથી 17 બેઠક ભાજપને મળી હતી તેમજ એક બેઠક કોંગ્રેસને ફાળે ગઇ છે. જ્યારે ત્રણ તાલુકા પંચાયત સુબીર, વધઇ અને આહવામાં 48 માંથી 41 બેઠક કોંગ્રેસે મેળવી છે. જ્યારે કોંગ્રેસને 7 બેઠક મળી છે.

Published On - 7:26 pm, Tue, 2 March 21

Next Article