Gujarat Election 2021 Result: પોતાની જીતના સમાચાર સાંભળે તે પહેલા જ ઉમેદવારનું અવસાન, પરિવાર ઘેરા શોકમાં

|

Mar 02, 2021 | 4:28 PM

Gujarat Election 2021 Result: સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાલુકા અને જિલ્લા પંચાયતના પરિણામો આજે આવી રહ્યા છે. જેમાં વિજયી ઉમેદવારોના સમર્થકો અને પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે,

Gujarat Election 2021 Result: સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાલુકા અને જિલ્લા પંચાયતના પરિણામો આજે આવી રહ્યા છે. જેમાં વિજયી ઉમેદવારોના સમર્થકો અને પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ એક કિસ્સો એવો પણ છે કે ચૂંટણી પરિણામના એક દિવસ અગાઉ એક ઉમેદવારનું દુ:ખદ અવસાન થયું અને તે ઉમેદવાર ચૂંટણી પણ જીત્યા છે. પરિવારો અને સમર્થકો ઘેરા શોકમાં સરી પડ્યા છે. સાણંદ તાલુકા પંચાયતની પીપળ સીટ પર લીલા બેન ઠાકોરનો વિજય થયો છે. અપક્ષમાં જીતેલા ઉમેદવારના ઘરે શોકનો માહોલ છવાઈ ગયો છે. ગઈકાલે ઉમેદવારનું અવસાન થયું છે અને આજે ચૂંટણીમાં લીલાબેન વિજયી જાહેર થયા હતા.

 

 

 

આ પણ વાંચો: મેજર અપસેટ: ભાજપ માટે પડકાર બનેલા હાર્દિક પટેલના હોમટાઉનમાં કોંગ્રેસનો સફાયો, ભાજપનો ભગવો લહેરાયો

Next Video