Gujarat : ધારાસભ્ય કેસરી સિંહનાં જુગારકાંડ મામલે નાયબ મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન, પ્રદેશ કક્ષાએ શિસ્ત વિષયક પગલા લેવાશે

|

Jul 03, 2021 | 11:53 AM

Gujarat : ધારાસભ્ય કેસરી સિંહનાં જુગારકાંડ મામલે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. મિડીયા સમક્ષ નિતિન પટેલે જણાવ્યું કે, ધારાસભ્ય સામે પ્રદેશ કક્ષાએ જરૂરી પગલા લેવામાં આવશે.

Gujarat Update : ભાજપનના ધારાસભ્ય કેસરી સિંહનાં જુગારકાંડ મામલે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ધારાસભ્ય કેસરી સિંહને આ મામલે નોટિસ આપીને પ્રદેશ સંગઠન (High Command) દ્વારા ખુલાસો માગવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે, ભાજપના માતર વિધાનસભાના (Assembly) ધારાસભ્ય કેસરી સિંહ પંચમહાલના શિવરાજપુરના રિસોર્ટમાં (Resort) ચાલી રહેલી દારૂ અને જુગારની મહેફીલ માણતા ઝડપાયા હતા.

મહત્વનું છે કે, પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ભાજપના ધારાસભ્ય કેસરી સિંહ સહિત 21 વ્યકિતને ઝડપીને આગળની  કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ધારાસભ્યને જામીન પર મુક્તિ મળી છે.

આ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે  મિડીયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, હાઈ કમાન્ડ દ્વારા ધારાસભ્યને નોટિસ આપીને ખુલાસો માગવામા આવ્યો છે અને શિસ્ત વિષયક પગલા પણ પ્રદેશ કક્ષાએ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે, આ અગાઉ પણ અનેક  રાજકારણીઓ દારૂ અને જુગારની મહેફિલ માણતા ઝડપાતા જોવા મળે છે. પરંતુ, પાર્ટીઓ દ્વારા માત્ર ખુલાસો માગીને આ બાબતને સગેવગે કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.

Published On - 11:35 am, Sat, 3 July 21

Next Video