પૂર્વ મેયર ગૌતમ શાહ ચૂંટણી નહી લડે, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ-પૂર્વ મેયર અમિત શાહે સંતાન માટે માંગી ટિકિટ

|

Jan 24, 2021 | 3:17 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપે નિરીક્ષકોની ટીમ અમદાવાદ મોકલી છે. નિરીક્ષકો સમક્ષ પૂર્વ મેયર ગૌતમ શાહે (GAUTAM SHAH) ચૂંટણી નહી લડવા જણાવ્યુ છે તો પૂર્વ મેયર અમિત શાહે (BHUSAN BHATT) તેમના પૂત્ર માટે ટિકિટની માંગ કરી છે. જમાલપૂર ખાડીયાના પૂર્વ ધારાસભ્યે પણ તેમના પૂત્ર માટે ટિકિટની માંગણી નિરીક્ષકો સમક્ષ રજૂઆત દરમિયાન માંગી છે.

અમદાવાદના પૂર્વ મેયર અને નારણપૂરા વોર્ડના કોર્પોરેટર ગૌતમ શાહે, (GAUTAM SHAH) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) ચૂંટણી લડવા માટે ઈન્કાર કર્યો છે. તો બીજી બાજુ જમાલપૂરના ધારાસભ્ય ભૂષણ ભટ્ટ (BHUSAN BHATT) અને અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહે (AMIT SHAH) તેમના સંતાનને ટિકિટ આપવા માટે ભાજપના નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી છે. ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો દ્વારા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા માંગતા કાર્યકરની રજૂઆત સાંભળવાનું શરુ કર્યુ છે. નિરીક્ષકો દ્વારા નારણપૂરા વોર્ડ માટે હાથ ધરાયેલ રજૂઆતમાં અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહે નિરીક્ષકો સમક્ષ ચૂંટણી લડવા માટે ઈન્કાર કર્યો છે. પોતોના બદલે, પક્ષના કોઈ સારા કાર્યકરને ટિકીટ આપવા જણાવ્યુ છે.

જ્યારે બીજીબાજુ ભાજપના વરિષ્ઠો પોતોના સંતાનોને ટિકીટ મળે તે માટે નિરીક્ષકોને રજૂઆત કરી છે. જેમાં જમાલપૂર ખાડીયા (JAMALPUR KHADIYA) વોર્ડના ધારાસભ્ય ભૂષણ ભટ્ટે, જૈવલ ભટ્ટને ટિકીટ આપવા રજૂઆત કરી હતી. તો અમદાવાદના પૂર્વ મેયર અને આણંદ ભાજપના પ્રભારી અમિત શાહે તેમના પૂત્ર સન્ની શાહને પક્ષ દ્વારા ટિકીટ આપવામાં આવે તેના માટે નિરીક્ષકોને રજૂઆત કરી છે.

 

Published On - 3:07 pm, Sun, 24 January 21

Next Video