Gandhinagar : વિધાનસભા ચૂંટણી પહેલા પાટીલની રણનીતિ, ચૂંટણીમાં મળશે 100 નવા ચહેરા

|

Oct 12, 2021 | 2:49 PM

સીઆર પાટિલે એ પણ સ્પષ્ટ કર્યું કે ટિકિટ આપવાનો નિર્ણય ઉપરના લેવલથી લેવાય છે. તેમણે ઉમેર્યું પણ હતું કે ટિકિટ આપતા પહેલા પાંચ થી છ વાર સર્વે કરાય છે અને ત્યાર બાદ જ ટિકિટ અપાય છે.

ગાંધીનગર કોર્પોરેશનમાં ભવ્ય ચૂંટણી બાદ હવે ભાજપે મિશન વિધાનસભા ચૂંટણી સ્ટાર્ટ કરી દીધું છે.ત્યારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું એક મહત્વનું નિવેદન આવ્યું છે. ગઈકાલે સાબરકાંઠામાં પક્ષના કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું હતું કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરાઓને ટિકિટ મળશે. મહત્વનું છે કે જ્યારથી સી આર પાટીલ પ્રદેશ પ્રમુખે આવ્યા છે. ત્યારથી તેઓ નો-રિપીટની થિયરીને અપનાવતા રહ્યા છે અને તેની સફળતા પણ દેખાઈ રહી છે. કોર્પોરેશનમાં નો રિપીટ અને મોટી ઉંમરના કાર્યકરોને ટિકિટ નહોતી આપવામાં આવી અને તેનો પ્રભાવ પણ જોવા મળ્યો હતો.

જો કે વાતો વાતોમાં સીઆર પાટિલે એ પણ સ્પષ્ટ કર્યું કે ટિકિટ આપવાનો નિર્ણય ઉપરના લેવલથી લેવાય છે. તેમણે ઉમેર્યું પણ હતું કે ટિકિટ આપતા પહેલા પાંચ થી છ વાર સર્વે કરાય છે અને ત્યાર બાદ જ ટિકિટ અપાય છે.

હિંમતનગર ખાતે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમીતીના પ્રણેતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. સી.આર. પાટીલનો હિંમતનગર ખાતે ભવ્ય રોડ શો પણ યોજાયો હતો. ત્યાર બાદ પાટીલે પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ કર્યુ હતું.પાટીલે કાર્યકરોને જુસ્સા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની તાકાત છે કાર્યકરો. તેઓની તાકાતને કારણે ભાજપ તમામ ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવે છે.

Next Video