Gandhinagar : ગુજરાતના CM વિજય રૂપાણીનું રાજીનામું, એક નજર રૂપાણીની રાજકીય કારર્કિદી પર

|

Sep 11, 2021 | 3:33 PM

વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષનાં રાજનેતા છે. પશ્ચિમ રાજકોટનાં પ્રતિનિધિરૂપેએ ગુજરાત વિધાનસભાનાં સદસ્ય છે. એમણે 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાત રાજ્યના 16માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ભારતીય જનતા પક્ષનાં રાજ્યાધ્યક્ષ પણ છે. 2 ઓગસ્ટ 1956ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન […]

Gandhinagar : ગુજરાતના CM વિજય રૂપાણીનું રાજીનામું, એક નજર રૂપાણીની રાજકીય કારર્કિદી પર
Gandhinagar: Gujarat CM Vijay Rupani resigns, a look at Rupani's political career

Follow us on

વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષનાં રાજનેતા છે. પશ્ચિમ રાજકોટનાં પ્રતિનિધિરૂપેએ ગુજરાત વિધાનસભાનાં સદસ્ય છે. એમણે 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાત રાજ્યના 16માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ભારતીય જનતા પક્ષનાં રાજ્યાધ્યક્ષ પણ છે.

2 ઓગસ્ટ 1956ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે. તેઓ જૈનધર્મનાં અનુયાયી હતા. રમણિકલાલ સપરિવાર 1960માં બર્માને છોડીને હંમેશાને માટે ભારત આવ્યા. પછી તેઓ ગુજરાતનાં રાજકોટમાં રહેવા લાગ્યા. વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી વિજય રૂપાણી પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા.પછી તે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા. ભારતીય જનતા પક્ષનાં સ્થાપનાનાં સમયથી અર્થાત્ 1971 વર્ષથી વિજય રૂપાણી પક્ષનાં કાર્યકર્તા છે. 1976 વર્ષમાં ભારતની કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગારમાં બંદી હતા. એ બંને કારાગરોમાં એ 11 માસ સુધી હતાં.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

વિજય રૂપાણી 1978 વર્ષથી 1981 સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ હતાં. 1987 વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ બન્યા. સમાંતર વર્ષે એ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ બન્યા. એ પદ પર તેઓ 1988 થી 1996 સુધી આરૂઢ હતા. વચ્ચે 1995માં વર્ષે એમનું રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિના અધ્યક્ષત્વે પુનઃ ચયન થયું. પછી એમણે 1996 થી 1997 પર્યન્ત રાજકોટ મહાનગરનાં મેયર તરીકે પણ કાર્ય કર્યું.

પછી 1998 વર્ષે ભાજપ-પક્ષનાં ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ થયા. જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા, ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં આધ્યક્ષનું વહન કર્યું. 2006 વર્ષે ગુજરાત પર્યટન વિભાગનાં અધ્યક્ષ બન્યાં. 2006 – 2012 એ રાજ્યસભાનાં સદસ્ય હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા, ત્યારે વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં ચાર વાર અધ્યક્ષ, ગુજરાત મહાનગરપાલિકાનાં વિત્તવિભાગનાં એકવાર અધ્યક્ષ (2013) બન્યા.

19 ફેબ્રુઆરી 2016 ના રોજ વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં અધ્યક્ષ બન્યા. એમનાં પૂર્વ એ પદે આર. સી. ફળદું આરૂઢ હતા. 2014 ઓગસ્ટ માસમાં જ્યારે ગુજરાત વિધાનસભાનાં વક્તા વજુભાઈ પશ્ચિમ રાજકોટનાં વિધાયકત્વે ત્યાગપત્ર આપી કર્ણાટક-રાજ્યનાં રાજ્યપાલ બન્યા, ત્યારે ભાજપ-દળ દ્વારા વિજયનું નામાંકન એ રિક્ત સ્થાનની પૂર્તિ માટે થયું. 19 ઓક્ટોબર 2014ના રોજ વિધાયક પદનાં નિર્વાચનમાં વિજય રૂપાણી બહુમતે જિત્યા.

Published On - 3:19 pm, Sat, 11 September 21

Next Article