આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ વિરુદ્ધ FIR, કોરોનાને લઈને આવી અફવા ફેલાવવાના આરોપો

|

May 08, 2021 | 10:29 AM

કુરનૂલ શહેરના એમ સુબ્બૈયાએ નાયડુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તેમણે કુરનૂલના લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો અને કોરોનાને લઈને ફેક ન્યૂઝ ફેલાવી હતી.

આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ વિરુદ્ધ FIR, કોરોનાને લઈને આવી અફવા ફેલાવવાના આરોપો
N Chandrababu Naidu

Follow us on

ભારત કોરોનાની બીજી ઘાતક લહેર સામે યુદ્ધ લડી રહ્યું છે. દરમિયાન તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના વડા ચંદ્રબાબુ નાયડુ સામે N440K સ્ટ્રેઈનને લઈને લોકોમાં ગભરાટ ફેલાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. આંધ્રપ્રદેશના કુરનૂલ શહેરના પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 188 અને 505 (1) (2) (2) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 54 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કુરનૂલ શહેરના એમ સુબ્બૈયાએ નાયડુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તેમણે કુરનૂલના લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો કે N440K કોરોના વાયરસ હજી પણ પ્રચલિત છે અને અન્ય સ્ટ્રેઈન કરતાં નોંધપાત્ર રીતે જીવલેણ છે.

આંધ્રપ્રદેશના કુરનૂલમાં પરિવહન અને માહિતી અને જનસંપર્ક મંત્રી પર્ણી વેંકટરામૈયા (પર્ણી રાની) એ N440K વેરિએન્ટ અંગે પૂર્વ મુખ્યમંત્રીના દાવાને નકારી કાઢ્યો છે. તેમણે ચંદ્રાબાબુ નાયડુને કોરોના વાયરસ કરતા વધુ જોખમી ગણાવ્યા હતા.

Pakistan Tallest Building : પાકિસ્તાનની સૌથી ઊંચી ઈમારતમાં શું છે?
CIBIL સ્કોર ચેક કર્યા વગર તમને તાત્કાલિક મળશે લોન, જાણો
Curry Leaves : કોણે મીઠો લીમડો ન ખાવો જોઈએ? નિષ્ણાતો પાસેથી જાણો
ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
1 મહિના સુધી ચા ન પીવો તો શરીરમાં શું ફેરફાર થાય? જાણો
ભારતના 1 લાખ રૂપિયા બાંગ્લાદેશમાં જઈ કેટલા થઈ જાય ?

ગુરુવારે એક પત્રકાર પરિષદને સંબોધતા પ્રધાને કહ્યું હતું કે રાજ્ય સરકાર તબીબી સેવાઓ તેના માધ્યમોથી આગળ વધારવા માટે સતત કામ કરી રહી છે. તે જ સમયે ચંદ્રબાબુ નાયડુ સરકાર પર ખોટા આક્ષેપો કરી અને લોકોને ડરાવી રાજ્યની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કરી અફવાઓ ફેલાવી રહ્યા છે.

તેમણે કહ્યું “આંધ્રપ્રદેશમાં N440K વાયરસના ફેલાવાની કોઈ પુષ્ટિ થઈ નથી. વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ પણ પુષ્ટિ કરી છે કે B.1.617 સિવાય દેશમાં કોઈ નવા પ્રકારો નથી. ચંદ્રબાબુ નાયડુ સસ્તી રાજનીતિ કરીને આ સ્થિતિનો લાભ લેવા પ્રયાસ કરી રહ્યા છે. ”

જાહેર છે કે આ બાદ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના વડા ચંદ્રબાબુ નાયડુ સામે N440K સ્ટ્રેઈનને લઈને લોકોમાં ગભરાટ ફેલાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે.

 

આ પણ વાંચો: યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યમાં લાગી આગ, નૌકાદળે કહ્યું- બધા જવાનો સુરક્ષિત છે

આ પણ વાંચો: નહેરો અને નદીઓના પાણીમાં કોરોના ફેલાવાની વાત કેટલી સાચી? શું આ સત્ય છે કે માત્ર એક અફવા છે?

Next Article