નરોડામાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમ્યાન મારામારી, કોર્પોરેટર ગિરીશ પ્રજાપતિ પર હુમલો

|

Jan 24, 2021 | 5:12 PM

અમદાવાદ શહેરમાં નરોડા વોર્ડના ઉમેદવાર માટે BJPની સેન્સ પ્રક્રિયા દરમિયાન મારામારી થઈ હતી. પૂર્વ કાઉન્સિલર ગિરીશ પ્રજાપતિ પર ટિકિટ મામલે થયો હુમલો થયો હતો. અમદાવાદ શહેર ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય લવ ભરવાડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાની  ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત BJP દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઉમેદેવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજે અમદાવાદ શહેરમાં નરોડા BJPની સેન્સ પ્રક્રિયા દરમિયાન મારામારી થઈ હતી.પૂર્વ કાઉન્સિલર ગિરીશ પ્રજાપતિ પર ટિકિટ મામલે થયો હુમલો થયો હતો. અમદાવાદ શહેર ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય લવ ભરવાડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાની વિગત મુજબ પૂર્વ કાઉન્સિલર ગિરીશ પ્રજાપતિ એ પોતાના પત્ની શિપા પ્રજાપતિ માટે ટિકિટ માંગી હતી. જ્યારે લવ ભરવાડે પણ પોતાના પત્ની માટે ટિકિટ માંગી હતી.

જેમાં કોર્પોરેટર ગિરીશ ભાઈને હાથ અને પગમાં ઇજા થવા પામી છે. વિગતો મુજબ સેન્સ પ્રક્રિયા  સમયે દેવી સિનેમા પાસે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બંનેને  નરોડાની પાર્વતી જાદવ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જેમાં મળતી વિગત મુજબ લવ ભરવાડ ભાજપ યુવા મોરચાના શહેર કારોબારી સભ્ય છે.

 

Published On - 5:11 pm, Sun, 24 January 21

Next Video