Election 2021 : બંગાળ, આસામમાં પ્રથમ ચરણના મતદાન બાદ અમિત શાહનો હુંકાર, “બંને રાજ્યમાં બનશે BJP સરકાર”

|

Mar 28, 2021 | 4:20 PM

Election 2021 : બંગાળ વિધાનસભા ચૂંટણી અને આસામ વિધાનસભા ચૂંટણીમાં રવિવારે પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે.

Election 2021 : બંગાળ, આસામમાં પ્રથમ ચરણના મતદાન  બાદ અમિત શાહનો હુંકાર, “બંને રાજ્યમાં બનશે BJP સરકાર”
HOME MINISTER AMIT SHAH

Follow us on

Election 2021 : બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal election 2021) અને આસામ વિધાનસભા ચૂંટણી (Assam Election 2021 )માં શનિવારે  પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. આ બંને રાજ્યોમાં પ્રથમ ચરણના મતદાન બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે  આજે પત્રકાર પરિષદ યોજી અને હુંકાર કર્યો કે આ બંને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે.

બંને રાજ્યમાં BJPની  સરકાર બનશે : અમિત શાહ
પત્રકાર પરિષદને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે   કહ્યું  કે આસામમાં ભારતીય જનતા પાર્ટીને ભારે  જન સમર્થન મળી રહ્યું છે. ગૃહપ્રધાન શાહે આસામમાં પ્રથમ ચરણની 47 બેઠકોમાંથી 37 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે હિંસાની વચ્ચે ચૂંટણી યોજાવા માટે જાણીતા એવા બે રાજ્યોમાં આજે ભાજપના નેતૃત્વ હેઠળ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

બંગાળમાં પ્રથમ ચરણમાંથી 26 બેઠકો જીતીશું : અમિત શાહ
પત્રકાર પરિષદને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે   કહ્યું  કે ગઈકાલે પાંચ રાજ્યોની ચૂંટણીમાંથી બે રાજ્યોમાં પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ છે. આ માટે હું બંને રાજ્યોના લોકોનો આભાર માનું છું, જેમણે શક્ય તેટલું મતદાન કર્યું છે. આ બે રાજ્યો આસામ અને બંગાળ ચૂંટણીની હિંસા માટે જાણીતા હતા, પરંતુ આ વખતે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ છે. હું દાવો કરું છું કે ભરતીય જનતા પાર્ટી  બંગાળમાં ભારે બહુમતીથી જીતી રહી છે. બંગાળમાં પહેલા તબક્કાની ચૂંટણીમાં ભાજપ 30 માંથી  26 બેઠકો જીતશે.

આસામમાં વિકાસ, બંગાળમાં આશાનું નવું કિરણ
ગૃહપ્રધાન અમિત શાહે   કહ્યું  પીએમ મોદીના નેતૃત્વમાં આસામમાં જે વિકાસ થયો છે તેના કારણે ત્યાના લોકોનું ઘણું સમર્થન મળી રહ્યું છે તેમ લાગે છે. બ્રહ્મપુત્રા નદી પર 60 થી વધુ પુલનું નિર્માણ, કાઝિરંગા જમીનને ઘુસણખોરોથી મુક્ત કરવી વગેરે  ઘણા ઉદાહરણો ચૂંટણીઓમાં સકારાત્મક વલણ દર્શાવે છે. જે રીતે બંગાળની અંદર તુષ્ટિકરણનું વાતાવરણ ચાલુ રહ્યું હતું, જેમ જેમ અનિયંત્રિત ઘુસણખોરી ચાલુ રહી, શાસક પક્ષ ભ્રષ્ટાચારનો શિકાર બન્યો અને લોકોના હક, કોરોના સામેની લડત વગેરેમાં બંગાળની જનતાને નિરાશા મળી. પરંતુ અમે બંગાળના લોકોના મનમાં આશાનું નવું કિરણ જાગૃત કરવામાં સફળ થયા છીએ.

બંગાળ અને આસામમાં પ્રથમ ચરણનું મતદાન
રવિવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અને આસામ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થયું. પ્રથમ ચરણમાં બંગાળમાં 47 જયારે આસામમાં 30 બેઠકો માટે મતદાન થયું. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાનના આંકડાઓ મુજબ બંને રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં બંગાળમાં 79.79 ટકા અને આસામમાં 72.14 ટકા મતદાન થયું છે. કોરોનાને કારણે મતદાનમાં એક કલાકનો સમય વધારવામાં આવ્યો હતો.

Next Article