ગુજરાતમાં સવર્ણો માટે સરકારના એક આદેશથી અચાનક વર્ષ ‘1978’ બની ગયું સૌથી વધુ મહત્ત્વનું, પરેશાનીથી બચવા જરૂર વાંચો આ ખબર

મોદી સરકારના 10 ટકા અનામતનો અમલ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બની ગયું છે પણ હવે તેમાં એક નવો નિયમ પણ ઉમેરવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે જાહેરાત કરી છે કે ગુજરાતમાં 1978ના વર્ષ પછી આવેલાં લોકોને આ અનામતનો લાભ મળવાપાત્ર નથી. ગુજરાત સરકારે પોતાની જ કેન્દ્ર સરકાર દ્વારા આપેલી 10 ટકા અનામતના અમલીકરણને […]

ગુજરાતમાં સવર્ણો માટે સરકારના એક આદેશથી અચાનક વર્ષ 1978 બની ગયું સૌથી વધુ મહત્ત્વનું, પરેશાનીથી બચવા જરૂર વાંચો આ ખબર
| Edited By: | Updated on: Jan 25, 2019 | 12:28 PM

મોદી સરકારના 10 ટકા અનામતનો અમલ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બની ગયું છે પણ હવે તેમાં એક નવો નિયમ પણ ઉમેરવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે જાહેરાત કરી છે કે ગુજરાતમાં 1978ના વર્ષ પછી આવેલાં લોકોને આ અનામતનો લાભ મળવાપાત્ર નથી.

ગુજરાત સરકારે પોતાની જ કેન્દ્ર સરકાર દ્વારા આપેલી 10 ટકા અનામતના અમલીકરણને લઈને નવા નિયમનો ઉમેરો કરી દીધો છે. ગુજરાત સરકારે 1978 પહેલાં જે ગુજરાતમાં આવેલીને વસેલા હોય તેને જ અનામત મળશે તેવી જાહેરાત કરી છે.

રાજ્ય સરકાર દ્વારા નવો નિયમ ઉમેરવાના ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે આ નિયમ શિક્ષણ અને નોકરીમાં ગુજરાતી લોકોના હિત માટે કરવામાં આવ્યો છે. જો કે વિપક્ષો અને ગુજરાતમાં રહેનારા અન્ય રાજ્યના લોકો દ્વારા ગુજરાત સરકારના આ નિર્ણયનો વિરોધ કરાયો છે. ગુજરાતમાં હાલ ડોમિસાઈલનો કાયદો લાગુ હોવાથી આ નવા નિયમની કોઈ જરુરિયાત નથી તેવું કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

[yop_poll id=806]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]