રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર તાક્યુ નિશાન – કહ્યુ સંસદનો સમયનો બરબાદ ના કરો, મોંઘવારી, ખેડુતો અને પેગાસસની કરો વાત

|

Jul 29, 2021 | 4:01 PM

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે,  "આપણા લોકશાહીનો પાયો એ છે કે સાંસદો લોકોનો અવાજ બને અને રાષ્ટ્રના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરે. મોદી સરકાર વિપક્ષોને આ કામ કરવા દેતી નથી. સંસદનો વધુ સમય બગાડો નહીં -  મોંઘવારી, ખેડુતો અને પેગાસસ વિશે વાત કરવા દો".

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર તાક્યુ નિશાન - કહ્યુ સંસદનો સમયનો બરબાદ ના કરો, મોંઘવારી, ખેડુતો અને પેગાસસની કરો વાત
File Image

Follow us on

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress Leader Rahul Gandhi)એ ફરી એક વખત મોંઘવારી, ખેડુતો અને પેગાસસ જેવાં મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું કે સરકાર સંસદનો સમય બગાડે છે. સંસદમાં કાર્યવાહી દરમિયાન વિપક્ષને બોલવા દેવામાં નથી આવતું.  આ પહેલાં પણ રાહુલ ગાંધીએ પેગાસસ જાસૂસી કાંડ અંગેનો મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે. અને  મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

રાહુલ ગાંધી અને અન્ય ઘણા વિપક્ષી નેતાઓએ સંસદમાં બુધવારે પણ પેગાસસ જાસૂસી કેસ સંદર્ભે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દરમ્યાન ભારે હંગામો મચાવ્યો હતો.

વિપક્ષ હાલ ચાલી રહેલાં ચોમાસા સત્રમાં સરકારને ઘેરી લેવા માટે સતત વ્યૂહરચના બનાવી રહ્યું છે.  બુધવારે પણ રાહુલ ગાંધીએ પેગાસસને લઈને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતાં. તેમણે પૂછ્યું કે શું સરકારે પેગાસસ ખરીદી લીધું છે? તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્રએ ગૃહમાં પેગાસસનો મુદ્દો ઉઠાવવાની ના પાડી છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે,  “આપણા લોકશાહીનો પાયો એ છે કે સાંસદો લોકોનો અવાજ બને અને રાષ્ટ્રના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરે. મોદી સરકાર વિપક્ષોને આ કામ કરવા દેતી નથી. સંસદનો વધુ સમય બગાડો નહીં –  મોંઘવારી, ખેડુતો અને પેગાસસ વિશે વાત કરવા દો”.

 

 

 

પેગાસસ પર ભારે હોબાળો

કેટલાક અહેવાલો સામે આવ્યા પછી, વિપક્ષે આક્ષેપ કર્યો છે કે ભારત સરકારે પેગાસસ(Pegasus) ખરીદ્યો છે. વિપક્ષો તો એમ પણ કહે છે કે સરકારે પેગાસસ હથિયારનો ઉપયોગ તેના પોતાના લોકો સામે પણ કર્યો હતો.

વિપક્ષો પેગાસસ મુદ્દે ચોમાસું સત્રના પહેલા દિવસથી જ સરકારને ઘેરી લેવાનું વિચારી રહ્યું છે. આવી ભારે હોબાળાની પરીસ્થિતિ વચ્ચે આ બે અઠવાડિયામાં ગૃહની કાર્યવાહી ઘણી વાર મુલતવી રાખવી પડી હતી.

શું છે પેગાસસ ?

પેગાસસ (Pegasus) એક એવું સોફ્ટવેર છે જે તમારા ડિવાઇસની બધી પ્રવૃત્તિઓને ટ્રેક કરવા માટે કોઈ અટેકર દ્વારા તમારા સ્માર્ટફોન પર ઇન્સ્ટોલ કરી શકાય છે. તે 2016માં ચર્ચામાં આવ્યું હતું

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના માનવાધિકાર કાર્યકર અહેમદ મન્સૂરને તેના ફોનમાં એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો જે મેસેજ કેદીઓને આપવામાં આવતા ત્રાસ સંબધિત હતો , આ મેસેજને તેણે સિટીઝન લેબમાં તપાસ માટે મોકલ્યું હતું.

આ તપાસમાં જાણવા મળ્યું કે, આ લિંક એનએસઓ ગ્રુપથી સંબધિત બેસિક સ્ટ્રક્ચર સાથે જોડાયેલી હતી. ત્યારથી સ્પાયવેર ઘણું ડેવલપ થયું છે અને હવે તે ઝીરો-ક્લિક અટેક બનવામાં પણ સફળ થયું છે.

આ પણ વાંચો : Parambir Singh કેસમાં હવે તપાસ કરશે SIT, અન્ય 5 પોલીસ અધિકારીની પણ તપાસ કરશે આ ટીમ

Next Article