રાહુલ ગાંધી અને સંજય રાઉત વચ્ચે વધી રહી છે મિત્રતા, ઘણું બધું કહી જાય છે આ તસવીર !

|

Aug 03, 2021 | 9:32 PM

રાઉત અને રાહુલ નાસ્તાના ટેબલ પર બાજુમાં બેઠા હતા. બેઠક બાદ રાહુલ ગાંધી સંજય રાઉતના ખભા પર હાથ રાખીને વાત કરી રહ્યા હતા.આ ફોટો વાયરલ થયો છે.

રાહુલ ગાંધી અને સંજય રાઉત વચ્ચે વધી રહી છે મિત્રતા, ઘણું બધું કહી જાય છે આ તસવીર !
File Image

Follow us on

શિવસેના સાંસદ સંજય રાઉત (Sanjay Raut, MP, Shivsena) એનસીપી પ્રમુખ શરદ પવારની (NCP Chief Sharad Pawar)ની ખૂબ નજીક માનવામાં આવે છે. તેમની ઉપર ઘણી વખત કટાક્ષ પણ કરવામાં આવે છે કે તેઓ શિવસેનાના પ્રવક્તા છે કે શરદ પવારના ? હવે આવા ટોણા વધુ વધી શકે છે.

સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi,MP) ટૂંક સમયમાં મહારાષ્ટ્રની મુલાકાતે જવાના છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને (Nana Patole, Maharashtra congress President) આ વિશે કદાચ ખબર હશે, પરંતુ સંજય રાઉત અગાઉથી જ જાણે છે કે રાહુલ ગાંધી મહારાષ્ટ્રની મુલાકાતે જવાના છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

તેવી જ રીતે, શરદ પવાર વિશે ઘણી બાબતો મહારાષ્ટ્ર એનસીપીના પ્રવક્તા નવાબ મલિકને ખબર નથી હોતી, જ્યારે સંજય રાઉતને શરદ પવારનાં આગામી પગલાં વિશે અગાઉથી જ જાણકારી હોય છે.

મંગળવારે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ માટે રાહુલ ગાંધી દ્વારા આયોજીત બ્રેકફાસ્ટ મિટીંગમાં સંજય રાઉત પણ જોડાયા હતાં. વિપક્ષની એકતા દર્શાવતી આ બેઠક દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે આયોજીત કરવામાં આવી હતી.

આ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સંજય રાઉતે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સાથેની અમારી બેઠક લાંબા સમયથી કોઈને કોઈ કારણોસર ટળી રહી હતી. તેના મનમાં કેટલીક શંકાઓ હતી, જે આ બેઠક બાદ હવે દૂર થઈ ગઈ છે. તેમણે ટુંક સમયમાં મહારાષ્ટ્રની મુલાકાત લેવાની ખાતરી આપી છે.

સંજય રાઉતે કહ્યું કે હું ભવિષ્યમાં સંભવિત ગઠબંધન અંગે રાહુલ ગાંધી સાથે થયેલી ચર્ચાઓ અંગે મારી પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને જાણ કરીશ. રાહુલ ગાંધીને બાળાસાહેબ ઠાકરે વિશે જાણવાની ઘણી ઉત્સુકતા છે. તેઓ તેમના વિશે ઘણું પૂછતા હતા.

સંજય રાઉત અને રાહુલ ગાંધીની વધી રહેલી મિત્રતા

જેમ રાઉતની શરદ પવાર સાથેની નિકટતા ચર્ચાનો વિષય છે તે જ રીતે સંજય રાઉત અને રાહુલ ગાંધી વચ્ચે વધતી નિકટતા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય બની રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી આ બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. ગયા અઠવાડિયે રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓની એક બેઠક બોલાવી હતી. સંજય રાઉત તે બેઠકમાં ગયા હતા.

આ પહેલાં પણ, સોમવારે પણ સંજય રાઉત અને રાહુલ ગાંધી વચ્ચે બેઠક થઈ હતી. સંજય રાઉતે પણ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં કહ્યું કે રાહુલ ગાંધીએ તેમની પાસેથી શિવસેનાની કામગીરી સમજવાની કોશિશ કરી.

આજની (મંગળવાર, 3 ઓગસ્ટ) નાસ્તાની બેઠકમાં પણ સંજય રાઉત રાહુલ ગાંધીની બાજુમાં બેઠા હતા. આ પછી બંનેના ફોટા વાયરલ થયા. આ ફોટોમાં બંને વચ્ચે નવી મિત્રતાની તાજગી સ્પષ્ટ દેખાય છે.

આજની બ્રેક ફાસ્ટ મીટિંગમાં સંજય રાઉત અને રાહુલ ગાંધી  એ  રીતે બેઠા હતા જેમ કે, શોલેના જય અને વીરુ જેવી મિત્રતા હોય તે રીતે. રાઉત અને રાહુલ નાસ્તાના ટેબલ પર બાજુમાં બેઠા હતા.

બેઠક બાદ રાહુલ ગાંધી સંજય રાઉતના ખભા પર હાથ રાખીને વાત કરી રહ્યા હતા.આ ફોટો વાયરલ થયો છે. રાહુલનો હાથ રાઉતની પીઠ પર છે, રાઉતનો કાન રાહુલના મોં પર છે. બંને ગંભીર ચર્ચામાં વ્યસ્ત છે.

આજની બેઠકમાં 100 સાંસદો હાજર હતા, પરંતુ રાહુલનો હાથ રાઉત સાથે હતો. ખાસ વાત એ છે કે કોંગ્રેસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી પણ આ ફોટો અપલોડ કર્યો છે.

ચાય પે ચર્ચા નહીં, બ્રેકફાસ્ટ પે ચર્ચા

આ બેઠક પર બાદમાં મીડિયા સાથે વાત કરતા રાઉતે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની ચા પર ચર્ચા હોય છે જ્યારે અમારી બ્રેક ફાસ્ટ પર ચર્ચા છે.

રાઉતે કહ્યું કે પત્રકારોએ મને પૂછ્યું હતું કે શું હું બ્રેક ફાસ્ટ પર ચર્ચામાં જઈશ? તેથી મેં કહ્યું કે હું ચોક્કસ જઈશ. આમ તો અમને પ્રધાનમંત્રી તરફથી આમંત્રણ મળવું જોઈએ પરંતુ તેઓ પોતાના લોકોને બોલાવે છે. અમને પાણી માટે પણ નથી પુછતાં. તે બધાના વડા પ્રધાન છે.

આ ટોણો આપતા રાઉતે કહ્યું કે ચાલો આપણે બધા સાથે મળીને નાસ્તો કરીએ અને 2023 ની ચૂંટણીની તૈયારી કરીએ.

આ પણ વાંચો : રાહુલ ગાંધીની શંકા કરાઈ દૂર, ટૂંક સમયમાં મહારાષ્ટ્રની લેશે મુલાકાત : શિવસેના સાંસદ સંજય રાઉત

Published On - 9:28 pm, Tue, 3 August 21

Next Article