ખેડૂતોને 25 હજાર કરોડથી વધુનું નુકસાન, અતિવૃષ્ટિને લઈ કૉંગ્રેસે ભાજપ પર સાધ્યું નિશાન

રાજ્યમાં અનેક સ્થળો પર મેઘરાજાએ મહેરની જગ્યાએ કહેર વરસાવતા ખેડૂતોનો પાક બરબાદ થયો છે, ત્યારે કૉંગ્રેસે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. કૉંગ્રેસે પ્રહાર કરતા દોષનો ટોપલો ભાજપ પર ઢોળ્યો. અમિત ચાવડાએ કહ્યું કે, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી તેમ છતાં સરકારે કોઈ આગોતરા પગલા ન લીધા. જેના કારણે ખેડૂતો લીલા દુકાળનો ભોગ […]

ખેડૂતોને 25 હજાર કરોડથી વધુનું નુકસાન, અતિવૃષ્ટિને લઈ કૉંગ્રેસે ભાજપ પર સાધ્યું નિશાન
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:00 PM

રાજ્યમાં અનેક સ્થળો પર મેઘરાજાએ મહેરની જગ્યાએ કહેર વરસાવતા ખેડૂતોનો પાક બરબાદ થયો છે, ત્યારે કૉંગ્રેસે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. કૉંગ્રેસે પ્રહાર કરતા દોષનો ટોપલો ભાજપ પર ઢોળ્યો. અમિત ચાવડાએ કહ્યું કે, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી તેમ છતાં સરકારે કોઈ આગોતરા પગલા ન લીધા. જેના કારણે ખેડૂતો લીલા દુકાળનો ભોગ બન્યા છે. બીજીતરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો કે, રાજ્યના 70 ટકાથી વધુ ગામના ખેડૂતો આજે કંગાળ છે. ખેડૂતોને 25 હજાર કરોડથી વધુનું નુક્સાન થયું છે. તેમણે આક્ષેપ કર્યો કે, ગુજરાત એ વાતનું સાક્ષી છે કે 2 ગુજરાતીઓએ દેશને આઝાદી અપાવવા માટે લડત લડી હતી અને ફરી 2 ગુજરાતીઓ દેશને ગુલામ બનાવવા માટે આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો: આવી ગઈ રાજ્ય સરકારની અનલોક-4ની ગાઈડલાઈન્સ, વાંચો તમામ વિગતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 3:12 pm, Tue, 1 September 20