નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ નવમીવાર રજુ કરશે ગુજરાતનુ બજેટ

|

Mar 03, 2021 | 7:30 AM

Gujarat budget: નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ 3જી માર્ચ, 2021 ના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું નવમી વાર અંદાજપત્ર (Budget) રજુ કરશે. ગુજરાતમાં સૌથી વધુ બજેટ પૂર્વ નાણપ્રધાન વજુભાઈ વાળાએ રજુ કર્યુ છે. વજુભાઈ વાળા હાલ કર્ણાટકના રાજ્યપાલ છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ નવમીવાર રજુ કરશે ગુજરાતનુ બજેટ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

Follow us on

Gujarat budget: નાણાં વિભાગનો હવાલો ધરાવતા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ 3જી માર્ચ, 2021 ના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું નવમી વાર અંદાજપત્ર (Budget) રજુ કરશે. નીતિન પટેલ નાણાકીય વર્ષ 2021-2022ના અંદાજપત્રમાં, મુખ્યત્વે કૃષિ સહકાર અને પશુપાલન, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, આદિજાતિ કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, ઉર્જા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગૃહ વિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગમાં વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ જાહેર કરે તેવી સંભાવના છે.

નાયબ મુખ્યમંત્રીએ વર્ષ ૨૦૦૨-૦૩માં ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨, વર્ષ ૨૦૧૩-૧૪માં ૨૦મી ફેબ્રુઆરી-૨૦૧૩, વર્ષ ૨૦૧૪-૧૫ (લેખાનુદાન) ૨૧મી ફેબ્રુઆરી-૨૦૧૪, વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૧મી ફેબ્રુઆરી-૨૦૧૭, વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૦ ફેબ્રુઆરી-૨૦૧૮, વર્ષ ૨૦૧૯-૨૦માં(લેખાનુદાન)૧૯મી ફેબ્રુઆરી – ૨૦૧૯, વર્ષ ૨૦૧૯-૨૦માં (ફેરફાર કરેલ) ૨જી જુલાઇ-૨૦૧૯, વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૬મી ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ રાજ્યનું અંદાજપત્ર વિધાનસભા ખાતે રજૂ કર્યુ હતુ. આ વર્ષ ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર આવતીકાલ ૩જી માર્ચ ૨૦૨૧ના રોજ રજૂ કરવામાં આવનાર છે. આમ નાણાં મંત્રી તરીકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સતત નવમી વાર રાજ્યનું અંદાજપત્ર નાગરિકો માટે રજૂ કરશે.

Published On - 6:57 pm, Tue, 2 March 21

Next Article