આમ આદમી પાર્ટીને ઝટકો, દિલ્હી કોર્ટે ધારાસભ્ય પ્રકાશ જારવાલને 1 લાખનો દંડ ફટકાર્યો

|

Apr 05, 2019 | 10:24 AM

લોકસભા ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે દિલ્લીમાં સત્તાધીશ આમ આદમી પાર્ટીને કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો. શુક્રવારે દિલ્હી કોર્ટે આપના ધારાસભ્યને 1 લાખનો દંડ ફટકાર્યો. કોર્ટે ધારાસભ્યની સાથે અન્ય બે આરોપીને પણ 10-10 હજારનો દંડ ફટકાર્યો. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીની એક કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જારવાલ અને બે અન્ય લોકોને વર્ષ 2013માં કોમી રમખાણ […]

આમ આદમી પાર્ટીને ઝટકો, દિલ્હી કોર્ટે ધારાસભ્ય પ્રકાશ જારવાલને 1 લાખનો દંડ ફટકાર્યો

Follow us on

લોકસભા ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે દિલ્લીમાં સત્તાધીશ આમ આદમી પાર્ટીને કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો. શુક્રવારે દિલ્હી કોર્ટે આપના ધારાસભ્યને 1 લાખનો દંડ ફટકાર્યો. કોર્ટે ધારાસભ્યની સાથે અન્ય બે આરોપીને પણ 10-10 હજારનો દંડ ફટકાર્યો.

આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીની એક કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જારવાલ અને બે અન્ય લોકોને વર્ષ 2013માં કોમી રમખાણ અને પોલિસ પર હુમલો કરવાાના ગુનામાં ગુનેહગાર ઠેરવ્યા હતાં. કોર્ટે કહ્યું કે, એ વાત પર કોઈ શંકા નથી કે, આ કેસમા લોકોના ટોળા વળવા એ ગેરકાયદે હતું, જેના કારણે વાહનવ્યવહાર અટકી પડ્યો અને હિંસા ભડકી હતી. કોર્ટે વધુમાં ટાંકીને કહ્યું કે લોકોની ભીડ શાંતિથી પ્રદર્શન કરતી હોય તેવુ પણ લાગી આવતું નથી.

કોર્ટે વધુમાં કહ્યું કે પ્રકાશ જારવાલ સિવાય સલીમ અને ધર્મપ્રકાશ ગેરકાયદે થયેલી ભીડમાં સામેલ હતા. જેઓએ 2 પોલીસ કોન્સ્ટેબલ અને એક સહાયક ઉપ-નિરીક્ષક પર હુમલો કર્યો હતો.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

દિલ્હી પોલીસ તરફથી કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે 30 ઓગસ્ટ 2013ના રોજ અંદાજે 100થી વધુ લોકો એકઠા થયા, જેના કારણે ટ્રાફિક જામ થયો અને ટોળામાં રહેલા કેટલાક લોકોએ વાહનોને પણ નુકસાન પહોંચાડ્યુ. રમખાણની આ ઘટના દિલ્હીના એમબી રોડ પર વાયુસેના બાદ પાસે થઈ હતી. જેમા પોલિક કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો અને ડીટીસીની બે બસો સહિત અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. રમખાણમાં સામેલ ભીડે પથ્થરમારો અને હિંસા પણ કરી હતી. પોલિસનુ કહેવુ છે કે, આ હુમલામાં ધારાસભ્ય પ્રકાશ જારવાલ પણ સામેલ હતો.

 

TV9 Gujarati

 

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જારવાલ આ સિવાય અન્ય ઘણા કેસોમા વિવાદમાં આવી ચુક્યો છે. મહત્વની વાત એ છે કે, તેમા 53 વર્ષીય મહિલા સાથે છેડતીનો કેસ પણ ચાલી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article