ઈસ્લામ, ઈસાઈ ધર્મ અપનાવનાર દલિતોને ઝટકો, ધર્મ પરિવર્તન કરનાર નહીં લડી શકે ચૂંટણી: રવિશંકર પ્રસાદ

|

Feb 12, 2021 | 10:36 PM

કેન્દ્રીય કાયદા પ્રધાન Ravishankar Prasadએ ગુરુવારે કહ્યું હતું કે ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયેલા દલિતોને અનામત બેઠક પર ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

કેન્દ્રીય કાયદા પ્રધાન Ravishankar Prasadએ ગુરુવારે કહ્યું હતું કે ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયેલા દલિતોને અનામત બેઠક પર ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત તેમને અનામત સાથે જોડાયેલા અન્ય લાભ પણ આપવામાં આવશે નહીં. આ જાણકારી તેમણે રાજયસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં આપી હતી.

 

 

હિન્દુ , શીખ અથવા બૌદ્ધ ધર્મ સ્વીકારનારા દલિતો અનામત બેઠક પર ચૂંટણી લડવા યોગ્ય હશે. તેની સાથે તેમણે અન્ય અનામત સંબંધી લાભ પણ મળશે. ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવના સવાલનો જવાબ આપતા રવિશંકર પ્રસાદે આ અંગે જાણકારી આપી હતી. કેન્દ્રીય કાયદામંત્રી Ravishankar Prasadએ જે દલિતોએ હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ પસંદ કર્યો અને જે દલિતોએ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો તે અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું 1950માં જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે હિન્દુ ધર્મના સભ્યો માટે જ અનુસૂચિત જાતિની વ્યાખ્યા મર્યાદિત કરવાનો આદેશ પસાર કર્યો હતો. જેની બાદ વર્ષ 1956માં શીખ અને 1990માં બૌદ્ધને સમાવવામાં આવ્યા હતા.

 

અનામત ક્ષેત્રમાંથી ચૂંટણી લડવાની યોગ્યતા અંગે જાણકારી આપતા રવિશંકર પ્રસાદે કહ્યું કે ‘ સ્ટ્કચર( શેડયુલ કાસ્ટ) ઓર્ડરના ત્રીજા પેરેગ્રાફ અનુસાર જો કોઈ વ્યકિત હિન્દુ , શીખ અથવા બૌદ્ધ ધર્મથી અલગ છે. તેને અનુસૂચિત જાતિનો સભ્ય માનવામાં નહીં આવે. આ બાબતના આધાર પર કાયદા મંત્રીએ સ્પસ્ટ કર્યું કે ઈસ્લામ અથવા ખ્રિસ્તી ધર્મ સ્વીકારનારને દલિતો માટે અનામત નીતિ કેવી રહેશે. કાયદા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે સંસદીય અથવા લોકસભા ચૂંટણી લડનારા ખ્રિસ્તી અથવા ઈસ્લામ ધર્મ સ્વીકારનારા અનુસૂચિત જાતિ/ જન જાતિના વ્યકિતને પ્રતિબંધિત કરવાનો સુધારો આ પ્રસ્તાવમાં નથી.

 

આ પણ વાંચો: India’s first CNG Tractor: ખેડૂતો હવે જૂના ટ્રેક્ટરમાં પણ CNG કીટ લગાવી શકાશે, થશે લાખોની બચત

Next Video