
કોરોના વાઈરસને ખૌફ વધી રહ્યો છે. આ ખૌફથી ભારતનું રાષ્ટ્રપતિ ભવન પણ બાકાત રહ્યું નથી. સૂત્રો દ્વારા એવી જાણકારી મળી રહી છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોરોના અંગે ટેસ્ટ કરાવી શકે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પોતાના નિયમિત કાર્યક્રમો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : કોરોના વાઈરસ: ભારત સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, કનિકા કપૂર સામે FIR
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉલ્લેખનીય છે કે કનિકા કપૂરની કડી રાષ્ટ્રપતિ ભવન સુધી જોડાઈ છે. બોલીવુડની સિંગર કનિકા કપૂરનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની સાથે પાર્ટીમાં દુષ્યંત સિંહ ગયા હતા. આમ ત્યાં ગયા બાદ દુષ્યંત સિંહ રાષ્ટ્રપતિ ભવન ખાતે સવારનો નાસ્તો લેવા પણ પહોંચ્યા હતા. જો કે જ્યારથી કનિકા કપૂરે જાહેરાત કરી છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારથી તેની પાર્ટીમાં આવેલાં તમામ નેતાઓ સેલ્ફ આઈસોલેશનમાં રહેવા લાગ્યા છે.
Published On - 5:53 pm, Fri, 20 March 20