UP Legislative Assembly : વિધાનસભા સત્રમાં સામેલ થવા કરવી પડશે કોરોનાની તપાસ, CMએ વ્યવસ્થા કરવા કર્યા નિર્દશ

|

Aug 04, 2021 | 9:54 AM

રાજ્ય વિધાનસભાના સ્પીકર હૃદય નારાયણ દીક્ષિતે (Narayan Dixit)જણાવ્યું હતું કે, ચોમાસુ સત્ર દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલને (Covid Guideline)અનુસરવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવશે.

UP Legislative Assembly : વિધાનસભા સત્રમાં સામેલ થવા કરવી પડશે કોરોનાની તપાસ, CMએ વ્યવસ્થા કરવા કર્યા નિર્દશ
Yogi Adityanath (File Photo)

Follow us on

UP Legislative Assembly : ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ચોમાસુ સત્ર 17 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(Yogi Adityanath) નિર્દેશ આપ્યો છે કે તમામ ધારાસભ્યો અને કર્મચારીઓની કોરોના તપાસ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે જણાવ્યું હતું કે, 17 ઓગસ્ટથી રાજ્ય વિધાનસભાના આગામી ચોમાસુ સત્ર (Monsoon Session) માટે સભ્યો અને કર્મચારીઓનું કોવિડ -19 પરીક્ષણ કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા ગોઠવવાની તૈયારી દર્શાવી હતી.ઉપરાંત આપને જણાવવું રહ્યું કે, યોગીએ લખનૌમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોવિડ -19 ની પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી.

રાજ્ય વિધાનસભાના સ્પીકર હૃદય નારાયણ દીક્ષિતે (Narayan Dixit)જણાવ્યું હતું કે, ચોમાસુ સત્ર દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલને (Covid Guideline)અનુસરવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવશે. ઉપરાંત સભ્યો રસીકરણ અભિયાનથી સારી રીતે વાકેફ છે.જેથી COVID-19 પ્રોટોકોલને (Protocol) અનુસરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

રાજ્ય વિધાનસભા ટૂંક સમયમાં કોરોના નિયમોનું પાલન કરાવવા અંગે યોગ્ય પગલાં લેશે.ઉલ્લેખનીય છે કે, રાજ્ય વિધાનસભાના મુખ્ય સચિવ પ્રદીપ દુબેએ 17 ઓગસ્ટથી ચોમાસુ સત્ર (Monsoon Session) શરૂ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

યુપીમાં પાંચ કરોડ વેક્સિન લગાવવામાં આવી

છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 રસીના 23 લાખથી વધુ ડોઝ સાથે પાંચ કરોડથી વધુ ડોઝ આપવાનો આંકડો પાર કરનાર ઉત્તર પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય (State) બન્યું છે. ઉત્તર પ્રદેશ સતત દેશમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવામાં સક્ષમ સાબિત થયું છે. રાજ્ય સરકારના પ્રવક્તાએ મંગળવારે દાવો કર્યો હતો કે, કુલ 5.09 કરોડથી વધુ વેક્સિન ડોઝ (Vaccine Dose) આપીને તે કોવિડ -19 રસીકરણ અભિયાનમાં અગ્રેસર છે.

રાજ્ય સરકારના પ્રવક્તા જણાવ્યા મુજબ, ઉત્તર પ્રદેશમાં (UttarPradesh) 5.09 કરોડથી વધુ કોવિડ રસી ડોઝ આપવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્ર અત્યાર સુધીમાં લગભગ 4.51 કરોડ ડોઝ વેક્સિન લગાવવામાં આવી છે.જ્યારે ઉત્તરપ્રદેશમાં 4,28,73,584 થી વધુ લોકોને પ્રથમ ડોઝ અને 80,35,023 લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વિપક્ષી દળોની બેઠક એ 2024ની લોકસભા ચૂંટણીનું ટ્રેલર : કોંગ્રેસ

આ પણ વાંચો: શરદ પવારે ટ્વીટ કરીને જણાવ્યું અમિત શાહ સાથેની બેઠકનું કારણ, દિલ્હીમાં મુલાકાત, મહારાષ્ટ્રમાં ખળભળાટ

 

Next Article