રાફેલ મામલે બુધવારે કેન્દ્ર સરકારે ગુપ્ત દસ્તાવેજોની ચોરી થવાની વાત કરતાં જ કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. ગુરૂવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ પત્રકારને સંબોધતાં કહ્યું કે, ચોકીદારને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માત્ર ફાઇલ નહીં બધું જ ગાયબ થઈ ગયું છે.
આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, રાફેલ ડીલમાં હવે ખુદ વડાપ્રધાન મોદીનું નામ આવી રહ્યું છે. તેથી તેમની પણ આ મુદ્દે તપાસ થવી જ જોઇએ. એટલું જ નહીં નરેન્દ્ર મોદીની ડીલના કારણે ભારતમાં રાફેલ ફાઇટર જેટ આવવામાં મોડું થઈ રહ્યું છે. જેના પુરવા હવે અમે આપીશું.
રાહુલ ગાંધીએ મોદી સરકારને સીધો નિશાન સાધતાં કહ્યું કે, કેન્દ્ર સરકારને એક નવી લાઈન શોધી છે કે ગાયબ થઈ ગયું છે. રોજગાર ગાયબ થઈ ગયો છે, 15 લાખનો વાયદો ગાયબ થઈ ગયો, રાફેલની ફાઇલ ગાયબ થઈ ગઈ. જેની સાથે જ ચોકીદારને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
Congress President Rahul Gandhi: On one hand you are saying the documents are missing, so this means the documents are genuine and its clearly written in them that PMO was carrying out parallel negotiations. #RafaleDeal #TV9News pic.twitter.com/QyHEKZj6FZ
— Tv9 Gujarati (@tv9gujarati) March 7, 2019
નરેન્દ્ર મોદીએ થોડાં સમય પહેલાં જ રાફેલને ભારતમાં મોડું થવા પર કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જેના માટે રાહુલ ગાંધીએ કહ્યું કે, રાફેલ ડીલની મોદીજીએ બાઇપાસ સર્જરી કરી છે. રાફેલ ડીલમાં 30 હજાર કરોડનો ગોટાળો થયો છે. આ ફાઇલમાં લખ્યું છે કે PMO ડીલમાં દખલ કરી રહ્યા હતા. પૂર્વ રક્ષા મંત્રીની ફાઇલો હતી અને તેમની પણ તપાસ કરો, માત્ર પીએમ જ નહીં તમામની તપાસ થવી જોઈએ.
Rahul Gandhi: Rafale files disappeared, it was said that an investigation should be conducted against you (media) because Rafale files disappeared; but the person who was involved in Rs 30,000 crore scam, no investigation against him?#RafaleDeal #TV9News pic.twitter.com/niDhA16F29
— Tv9 Gujarati (@tv9gujarati) March 7, 2019
કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન મોદીને બાનમાં લેતાં કહ્યું કે તેઓ પોતે આ મામલાની તપાસ કેમ નથી કરાવતા. રાહુલ ગાંધીએ પીએમને પૂછ્યું કે જો તેઓએ કંઈ જ નથી કર્યું તો તેઓ જેપીસી તપાસથી કેમ કતરાઈ રહ્યા છે. રાફેલ મામલે હવે વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકાર સવાલોના ઘેરામાં આવી રહ્યા છે.
RS Prasad,Union Minister: Totally condemn the blatant lies of Rahul Gandhi. He doesn't believe the Indian Air Force, he doesn't believe the SC, doesn't believe the CAG. Does he want to believe Pakistan? He is inadvertently or deliberately playing into hands of #Rafale competitors pic.twitter.com/G68SoLKLem
— Tv9 Gujarati (@tv9gujarati) March 7, 2019
ત્યારે ભાજપ તરફથી વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધી જુઠ્ઠુ બોલી રહ્યા છે. તેમને ભારતીય વાયુસેના પર વિશ્વાસ નથી, સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ નથી. CAG પર પણ તેમને વિશ્વાસ નથી. તો શું તેમને પાકિસ્તાન પર વિશ્વાસ છે ? તેમણે કહ્યું કે, તેઓ જાણી જોઇને રાફેલ માટે વિરોધીને હાથની કથ્થપુતળી બની ગયા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]