રાહુલ ગાંધીની લોકપ્રિયતા પર કોંગ્રેસના નેતાએ જ ઉઠાવ્યો સવાલ, પ્રિયંકા વાડ્રાને લઈને આપ્યું મહત્વનું નિવદેન

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના પૂર્વાંચલના ભાગમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રિયંકા વાડ્રાને રાજકારણના મુખ્ય પ્રવાહમાં લાવવાની માગણીઓ ઉઠતી હતી, જેમાં વિશેષજ્ઞો હંમેશા કહેતા રહ્યાં કે તેમના આવવાથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છબીને નુકસાન પહોંચશે. જેના પર હવે કોંગ્રેસના સાંસદ અને ગાંધી પરિવારના નજીક માનવામાં આવતાં શશિ થરૂરે પ્રિયંકા […]

રાહુલ ગાંધીની લોકપ્રિયતા પર કોંગ્રેસના નેતાએ જ ઉઠાવ્યો સવાલ, પ્રિયંકા વાડ્રાને લઈને આપ્યું મહત્વનું નિવદેન
Follow Us:
| Updated on: Mar 24, 2019 | 7:54 AM

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના પૂર્વાંચલના ભાગમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રિયંકા વાડ્રાને રાજકારણના મુખ્ય પ્રવાહમાં લાવવાની માગણીઓ ઉઠતી હતી, જેમાં વિશેષજ્ઞો હંમેશા કહેતા રહ્યાં કે તેમના આવવાથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છબીને નુકસાન પહોંચશે.

જેના પર હવે કોંગ્રેસના સાંસદ અને ગાંધી પરિવારના નજીક માનવામાં આવતાં શશિ થરૂરે પ્રિયંકા ગાંધી વિશે એવી વાત કરી કે જેનાથી પાર્ટીમાં રાહુલ ગાંધીના પ્રિયજનોને પરેશાની થઈ શકે છે. થરૂરે કહ્યું કે પ્રિયંકાની સફળતાથી પાર્ટીમાં તેમનો પ્રભાવ વધી શકે છે.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી જીતવા માટે ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે પ્રિયંકા ગાંધી નહી પણ આ છે મોટો પડકાર?

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

કોંગ્રેસ નેતા શશિ થરૂરે એટલે સુધી કહ્યું કે અત્યાર માટે ઉત્તર પ્રદેશ પ્રિયંકા ગાંધી વાડ્રાની કર્મ ભૂમિ છે. પરંતુ પાર્ટીમાં આગળ તેમનો પ્રભાવ હજુ વધશે. પ્રિયંકા (47)ને ચાલુ વર્ષે 23 જાન્યુઆરીના રોજ યુપીના એઆઈસીસી મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા. આ સાથે જ તેમણે રાજકારણમાં ઔપચારિક રીતે પ્રવેશ કરી લીધો.

કોંગ્રેસને પણ આશા છે કે તેનાથી રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્યમાં તેમની સંભાવનાઓને બળ મળશે. યુપીમાં લોકસભાની 80 બેઠકો છે. થરૂરે કહ્યું કે તેઓ (પ્રિયંકા) ખુબ પ્રભાવશાળી મહિલા છે, જે સારું બોલે છે, આત્મવિશ્વાસ, કહેવતોની સાથે વાત કરે છે. તેઓ જનતાની સામે ખુબ સહજ છે અને અનેક લોકોને તેમને જોઈને તેમના દાદીની યાદ આવે છે.

કોંગ્રેસ નેતાએ સાથે જ કહ્યું કે, વિનમ્રતાથી કહી શકાય છે કે તેઓ હાલ અડધા ઉત્તર પ્રદેશના મહાસચિવ છે અને તે તેમની કર્મભૂમિ થવા જઈ રહી છે. તેઓ તત્કાળ સંભાવનાઓને શોધવાનું કામ કરશે પરંતુ ભવિષ્યનું વિચારતા મને લાગે છે કે પાર્ટીમાં તેમનો પ્રભાવ વધશે અને લોકો વચ્ચે તેઓ પહેલેથી જ લોકપ્રિય થઈ ગયેલા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">