10 ઓગસ્ટ પહેલા જ કોરોનાના કેસનો આંકડો 20 લાખને પાર, ગાયબ છે મોદી સરકાર: રાહુલ ગાંધી

|

Sep 21, 2020 | 11:45 AM

દેશમાં કોરોના વાઈરસનો કેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે ’20 લાખનો આંકડો પાર, ગાયબ છે મોદી સરકાર’. Congress leader @RahulGandhi takes a dig at BJP government as coronavirus cases […]

10 ઓગસ્ટ પહેલા જ કોરોનાના કેસનો આંકડો 20 લાખને પાર, ગાયબ છે મોદી સરકાર: રાહુલ ગાંધી

Follow us on

દેશમાં કોરોના વાઈરસનો કેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે ’20 લાખનો આંકડો પાર, ગાયબ છે મોદી સરકાર’.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તમને જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધીએ 17 જુલાઈએ એક ટ્વીટ કર્યુ હતું. જેમાં કહ્યું હતું કે જો ઝડપથી કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે તો 10 ઓગસ્ટ સુધી 20 લાખથી વધારે લોકો સંક્રમિત થશે. આ મુદ્દા પર સરકારને યોગ્ય પગલાં ભરવા જોઈએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાહુલ ગાંધીએ આ ટ્વીટ કર્યુ હતું, ત્યારે દેશમાં 10 લાખ જેટલા કોરોના કેસ નોંધાયા હતા. હવે રાહુલ ગાંધીની વાત સાચી સાબિત થઈ. 8 ઓગસ્ટે જ કોરોનાના કેસનો આંકડો 20 લાખને પાર કરી ગયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હવે કોરોના વાઈરસ ફેલાવવાની ઝડપ વધી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 50 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:53 am, Fri, 7 August 20

Next Article