અમદાવાદ: કોંગ્રેસનો આંતરિક કલેહ સપાટી પર, વિપક્ષના નેતા દિનેશ શર્માનું રાજીનામુ

પેટાચૂંટણીના જંગ વચ્ચે કોંગ્રેસનો આંતરિક કકળાટ સપાટી પર આવ્યો છે અને એ.એમ.સીના વિપક્ષના નેતા દિનેશ શર્માએ વિપક્ષના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. રાજીનામુ આપ્યા બાદ દિનેશ શર્માએ જણાવ્યું કે, તેઓએ પક્ષ હિતમાં પોતાનુ રાજીનામુ ધર્યું છે. અંદરખાને ચાલતી ચર્ચા અનુસાર કોંગ્રેસના જ બે ધારાસભ્યો દિનેશ શર્માને વિપક્ષના પદેથી હટાવવા માગતા હતા અને તેઓએ આ […]

અમદાવાદ: કોંગ્રેસનો આંતરિક કલેહ સપાટી પર, વિપક્ષના નેતા દિનેશ શર્માનું રાજીનામુ
| Updated on: Oct 19, 2020 | 7:11 PM

પેટાચૂંટણીના જંગ વચ્ચે કોંગ્રેસનો આંતરિક કકળાટ સપાટી પર આવ્યો છે અને એ.એમ.સીના વિપક્ષના નેતા દિનેશ શર્માએ વિપક્ષના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. રાજીનામુ આપ્યા બાદ દિનેશ શર્માએ જણાવ્યું કે, તેઓએ પક્ષ હિતમાં પોતાનુ રાજીનામુ ધર્યું છે. અંદરખાને ચાલતી ચર્ચા અનુસાર કોંગ્રેસના જ બે ધારાસભ્યો દિનેશ શર્માને વિપક્ષના પદેથી હટાવવા માગતા હતા અને તેઓએ આ અંગેની રજૂઆત પ્રદેશ કક્ષાએ પણ કરી હતી. આ ઉપરાંત વિપક્ષના નેતાનો કાર્યકાળ પર પૂર્ણ થવાને આરે હતો અને પાછલા 4 વર્ષથી તેઓ આ પદ પર હતા. આપને જાણીને નવાઇ લાગશે કે, થોડા સમય અગાઉ જ દિનેશ શર્માએ ટીવી9 પર કહ્યું હતું કે, તેમેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. દિનેશ શર્માના રાજીનામા બાદ કોંગ્રેસમાં આંતરિક કલેહ વકરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસનો કથિત તોડકાંડ, એસજી હાઇવે પર આવેલા કોલ સેન્ટરનો લાખોનો તોડ કર્યો હોવાનો આક્ષેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો