ભરૂચમાં સોશિયલ ડીસ્ટન્સના મુદ્દે કોંગ્રેસ-ભાજપ આમને સામને, એકબીજાના ફોટા વાઇરલ કરી સોશિયલ ડિસ્ટન્સના મુદ્દે લાપરવાહીના કર્યા આક્ષેપો

ભરૂચ નગર પાલિકા ખાતે જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનો સન્માન સમારોહ વિવાદિત બન્યો હતો. સન્માન સમારોહને લઈ વિપક્ષ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે શાસકો કોરોનાનું કારણ આગળ ધરી માન્ય સભા નથી બોલાવતા અને ભાજપના જિલ્લા પ્રમુખનો સન્માન સમારોહ યોજે છે.  તો સામે પાલિકા પ્રમુખે કોંગ્રેસના કાર્યક્રમના ફોટા વાઇરલ કરી કોંગી […]

ભરૂચમાં સોશિયલ ડીસ્ટન્સના મુદ્દે કોંગ્રેસ-ભાજપ આમને સામને, એકબીજાના ફોટા વાઇરલ કરી સોશિયલ ડિસ્ટન્સના મુદ્દે લાપરવાહીના કર્યા આક્ષેપો
| Edited By: | Updated on: Dec 04, 2020 | 3:07 PM

ભરૂચ નગર પાલિકા ખાતે જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનો સન્માન સમારોહ વિવાદિત બન્યો હતો. સન્માન સમારોહને લઈ વિપક્ષ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે શાસકો કોરોનાનું કારણ આગળ ધરી માન્ય સભા નથી બોલાવતા અને ભાજપના જિલ્લા પ્રમુખનો સન્માન સમારોહ યોજે છે.  તો સામે પાલિકા પ્રમુખે કોંગ્રેસના કાર્યક્રમના ફોટા વાઇરલ કરી કોંગી કાર્યકરો શાસકો તરફ એક આંગળી ચીંધે ત્યારે ચાર આંગળી પોતાની તરફ હોવાનું ભૂલી જતા હોવાનો કટાક્ષ કર્યો હતો.

ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોદરિયાની વરણી કરવામાં આવી છે.મારુતિસિંહ અટોદરિયા ભરૂચ નગર પાલિકામાં નગર સેવક પણ છે ત્યારે આજરોજ નગર સેવા સદન ખાતે તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમા નગર પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા સહિત પદાધિકારીઓએ નવ નિયુક્ત પ્રમુખનું સન્માન કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

સન્માન સમારોહને લઈ પાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે શાસકો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે શાસકો કોરોનાનું બહાનું બતાવી એક માસથી સામાન્ય સભા નથી બોલાવતા અને ભાજપના જિલ્લા પ્રમુખનો સન્માન સમારોહ યોજે છે જેમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ  જળવાતું નથી .શાસકોને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં કોઈ જ રસ નથી.

વિપક્ષના આક્ષેપ સામે પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ કોંગ્રેસના આવેદનપત્રના એક કાર્યક્રમને ટાંકતા  કહ્યું હતું કે વિપક્ષ એક આંગળી ચીંધે ત્યારે ચાર આંગળી પોતાની તરફ હોય છે એ ભૂલી જાય છે. કોંગ્રેસે કલેકટર ઓફિસમાં સોસીયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોવાના આક્ષેપ કરી મારૂતીસિંહનો સન્માન સમારોહ પૂર્વઆયોજિત ન હોવાનો બચાવ કર્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો