ચીને માંગ્યો ક્લિનીકલ ટ્રાયલના ખર્ચમા હિસ્સો, તો બાંગ્લાદેશે ભારત પાસેથી માંગી કોરોનાની રસી

|

Jan 24, 2021 | 3:51 PM

ચીન તેના સાથીઓ પાસેથી ક્લિનિકલ ટ્રાયલ્સના ખર્ચમાં હિસ્સો માંગવા લાગ્યું. આ જ કારણે બાંગ્લાદેશે ચીનને બદલે ભારતની કોવિશિલ્ડ રસી ઉપર ભરોસો રાખ્યો.

ચીને માંગ્યો ક્લિનીકલ ટ્રાયલના ખર્ચમા હિસ્સો, તો બાંગ્લાદેશે ભારત પાસેથી માંગી કોરોનાની રસી

Follow us on

ભારતે ઉદારતાપૂર્વક તેના પાડોશી દેશોમાં કોરોના રસીના લાખો ડોઝ મોકલાવ્યા, પરંતુ પોતાને એશિયાના સૌથી મોટા શક્તિશાળી ગણતુ ચીન તેના સાથીઓને ક્લિનિકલ ટ્રાયલ્સના ખર્ચમાં હિસ્સો માંગવા લાગ્યું. આ જ કારણ છે કે બાંગ્લાદેશે ચીનની રસીને બદલે ભારતની કોવિશિલ્ડ રસી ઉપર આધાર અને ભરોસો રાખ્યો.
ભારતે કોરોના રસીના 20 લાખ ડોઝ માત્ર ભેટ તરીકે બાંગ્લાદેશ મોકલ્યા. આ ઉપરાંત કરાર હેઠળ ભારત બાંગ્લાદેશમાં કોરોના રસીના 3 કરોડ ડોઝ પણ મોકલશે. ભારતે બાંગ્લાદેશને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં બનાવવામાં આવેલી કોવિશિલ્ડ રસી મોકલી છે. 17 ડિસેમ્બર 2020 ના રોજ, બાંગ્લાદેશી પીએમ શેખ હસીના અને પીએમ નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળ્યા હતા.
તે સમયે પીએમ મોદીએ તેમના બાંગ્લાદેશી સમકક્ષને ખાતરી આપી હતી કે ભારત તેમની દરેક જરૂરિયાતમાં તેમની સાથે છે. કોવિડ -19 રસી, રસી વિતરણ, સહ-ઉત્પાદન અને બાંગ્લાદેશને રસી પહોંચાડવાના સ્તરે હવે બંને દેશોમાં સહયોગ ચાલુ છે.
શ્રીલંકા અને નેપાળે પણ ચીનની કોરોના રસી અંગે આશંકા વ્યક્ત કરી હતી. તે જ સમયે, ભારતની રસીની માંગ નાના દેશોમાં વધી રહી છે.
ઢાકામાં ભારતના રાજદૂતોના જણાવ્યા અનુસાર, 20 ઓક્ટોબર, 2020 ની આસપાસ ચીન કોરોનાવેકની સપ્લાય અંગે શેખ હસીના સરકાર સાથે કરાર કરવા માંગતો હતો. કરારની એક શરત એ હતી કે ઢાકાને ક્લિનિકલ ટ્રાયલ્સનો ખર્ચ શેર કરવો પડશે. ઢાકાએ શરત સ્વીકારવાની ના પાડી. ચીન તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશ કોઈ અપવાદ નથી કારણ કે સિનોવાક કંપની પાસેથી જે રસી ખરીદે છે તેની શરત સમાન છે.
આ પછી, ઢાકાએ મોદી સરકાર સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોરોના રસી સપ્લાય કરવાના સોદા પર હસ્તાક્ષર કર્યા, અને ચીનને પીઠ બતાવી દીધી. 3 કરોડમાંથી 3 લાખ ડોઝમાં ભારતે હજી સુધી બાંગ્લાદેશ મોકલી પણ આપ્યાં છે.
ભારતે સાત પાડોશી દેશોને કોરોના રસીના 50 લાખ ડોઝ આપ્યા છે. ભારતે પહેલી વાર 20 જાન્યુઆરીએ ભુતાનમાં કોરોના રસી મોકલી હતી.

Next Article