ભાજપે ભરૂચથી મનસુખ વસાવાને આપી ટિકિટ પણ વિવાદ અને વસાવા એકબીજાના પૂરક રહ્યા છે !

ભરૂચમાં 5 ટર્મના સાંસદ મનસુખ વસાવા એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખાય છે. પરંતુ તેમના સ્વભાવે ગત ટર્મમાં સફળતા અને નિષ્ફળતા બંનેના સ્વાદ ચખાડ્યાં છે. છઠ્ઠીવાર ઉમેદવારી કરવા જઈ રહેલા મનસુખ વસાવાનો વિવાદ હવે પીછો છોડે છે કે નહિ તે ઉપર સૌની નજર છે. ક્યાંક દારૂ અંગે મજાક, શિક્ષકો અંગે વિવાદિત નિવેદન, અને સરકારી અધિકારીઓની […]

ભાજપે ભરૂચથી મનસુખ વસાવાને આપી ટિકિટ પણ વિવાદ અને વસાવા એકબીજાના પૂરક રહ્યા છે !
| Edited By: | Updated on: Mar 28, 2019 | 8:04 AM

ભરૂચમાં 5 ટર્મના સાંસદ મનસુખ વસાવા એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખાય છે. પરંતુ તેમના સ્વભાવે ગત ટર્મમાં સફળતા અને નિષ્ફળતા બંનેના સ્વાદ ચખાડ્યાં છે. છઠ્ઠીવાર ઉમેદવારી કરવા જઈ રહેલા મનસુખ વસાવાનો વિવાદ હવે પીછો છોડે છે કે નહિ તે ઉપર સૌની નજર છે.

ક્યાંક દારૂ અંગે મજાક, શિક્ષકો અંગે વિવાદિત નિવેદન, અને સરકારી અધિકારીઓની વિકૃત માનસિકતા હોવાની વાત આવા નિવેદનોએ મનસુખ વસાવાને સતત ચર્ચાઓ અને વિવાદમાં રાખ્યા હતા. તેમને પ્રધાન પદેથી પણ પડતા મુકવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ યોગેશ પટેલનું માનવુ છે કે વિવાદમાં રહેવું તેમનો સ્વભાવ છે પણ તે કોઈ પણ વાત, રજૂઆત કે વિરોધ સ્પષ્ટ અને મોં ઉપર કહેવાની આદત ધરાવે છે.

TV9 Gujarati

 

મનસુખ વસાવાનું વિવાદ મામલે કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પારદર્શક વહીવટમાં માને છે માટે જેને પણ કહેવું તે સીધુ અને સ્પષ્ટ કહેવું જોઈએ અને તે આ આદત છોડવાના નથી. કોઈપણ ભોગે મનની વાત કરવાની આદતના કારણસર વસાવાની ટિકિટ કપાતા રહી ગઈ છે. પરંતુ બીજો મુરતિયો ન મળતા છઠ્ઠી ટર્મની તકે મનસુખ વસવાનું મનોબળ મજબૂત કર્યુ છે ત્યારે હવે મનસુખ વસવાનો વિવાદ પીછો છોડે છે કે નહિ તે જોવુ રહ્યું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]