Rahul Gandhiના તાનાશાહ વાળા નિવેદન પર ભાજપનો પલટવાર, જાવડેકર બોલ્યા- તમે નહીં સમજો

કોંગ્રેસ નેતા Rahul Gandhiએ આજે ફરી એકવાર પીએમ મોદીનું નામ લીધા વિના હુમલો કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે દુનિયામાં તાનાશાહોના નામ  Mથી કેમ શરૂ થાય છે.

Rahul Gandhiના તાનાશાહ વાળા નિવેદન પર ભાજપનો પલટવાર, જાવડેકર બોલ્યા- તમે નહીં સમજો
| Edited By: | Updated on: Feb 03, 2021 | 7:00 PM

કોંગ્રેસ નેતા Rahul Gandhiએ આજે ફરી એકવાર પીએમ મોદીનું નામ લીધા વિના હુમલો કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે દુનિયામાં તાનાશાહોના નામ  Mથી કેમ શરૂ થાય છે. તેમણે ઉદાહરણ માટે માર્કોસ, મુસોલીની, મિલોસેવિક, હૂસની મુબારક, મોબુતુ, મિકોમબેરો, મુશરફના નામ આપ્યા. રાહુલ ગાંધીના આ હુમલા પર ભાજપે પલટવાર પણ કર્યો હતો.

 

 

જેમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને લખ્યું કે ‘Mથી મોહનદાસ પણ છે. સાબરમતીના સંત, બાપુ – the greatest apostle of truth and non-violence. ભારતની માટીની વાત અલગ છે. આ તાનાશાહ નહીં બુધ્ધ અને મહાવીરની વસુધા છે. છોડો તમે નહીં સમજો રાહુલ જી’

 

રાહુલ ગાંધીના આ નિવેદન પર હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ક્હ્યું કે ‘બેખબર રાહુલ  ગાંધીએ ટ્વીટ કરીને મોટાભાગના તાનાશાહ નામથી M શરૂ થાય છે. મેં તેમને પૂછ્યું કે મોહનદાસ કરમચંદ ગાંધી અહિંસાના પૂજારી હતા, જેમને સમગ્ર વિશ્વ જાણે છે. તેમનું નામ M શબ્દથી શરૂ થાય છે.  તેમના વિશે તેમનો શું મત છે. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટ્વીટ પર ટ્વીટર યુઝર્સે અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી હતી. એક યુઝર્સે લખ્યું હતું કે મનમોહનસિંહ અને મોતીલાલ નહેરુનું પણ નામ શરૂ થાય છે.

 

આ પણ વાંચો: Sabarkantha: બાઈક ચોરીમાં ફીફટી ફટકારનાર ‘બાજ ગેંગ’ ઝબ્બે, LCBએ બાઈક ચોરીના 52 ભેદ ઉકેલ્યા