ભાજપના નવા પ્રદેશ પ્રમુખના સૌરાષ્ટ્ર પ્રવાસના શું છે સમીકરણો?

|

Sep 20, 2020 | 10:10 PM

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલ પ્રથમ વાર સૌરાષ્ટ્રના પ્રવાસે જઈ રહ્યા છે. સૌરાષ્ટ્રનું ગુજરાતની રાજનીતિમાં એક આગવુ મહત્વ છે, કેમ કે 182 બેઠકોમાંથી 48 બેઠકો સૌરાષ્ટ્રમાં છે સાથે જ જાતિગત સમીકરણો પણ અલગ છે. ત્યારે ટીમ પાટિલની જાહેરત પહેલા આ પ્રવાસનું એક અલગ મહત્વ છે. અલબત્ત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલે ચાર્જ સંભાળ્યો, […]

ભાજપના નવા પ્રદેશ પ્રમુખના સૌરાષ્ટ્ર પ્રવાસના શું છે સમીકરણો?

Follow us on

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલ પ્રથમ વાર સૌરાષ્ટ્રના પ્રવાસે જઈ રહ્યા છે. સૌરાષ્ટ્રનું ગુજરાતની રાજનીતિમાં એક આગવુ મહત્વ છે, કેમ કે 182 બેઠકોમાંથી 48 બેઠકો સૌરાષ્ટ્રમાં છે સાથે જ જાતિગત સમીકરણો પણ અલગ છે. ત્યારે ટીમ પાટિલની જાહેરત પહેલા આ પ્રવાસનું એક અલગ મહત્વ છે. અલબત્ત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલે ચાર્જ સંભાળ્યો, ત્યારથી બેઠકોનો દોર તો શરૂ થઈ ગયો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક સરકાર સામે ચાલી રહેલા આંદોલનો, સરકાર દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયોની જાહેરજીવન પર થઈ રહેલી અસરો તેમજ સંગઠનની નિષ્ક્રીયતાના કારણે પ્રજાની ભાજપ માટેની નારાજગી એ સી.આર.પાટીલ માટે જાણે કપરા ચઢાણ બનાવી દીધા છે અને તેમાં પણ પાટીલની પસંદગીએ પાર્ટીમાં જ પાટીદાર વર્સીસ પાટીલની ચર્ચા છેડી છે.

ફાઈલ ફોટો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સી.આર.પાટીલની ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેની વરણી સાથે જ પાર્ટીમાં અંદરખાને નારાજગીનો સુર જોવા મળી રહ્યો છે. જો કે સી.આર.પાટીલ પીએમ મોદીની ગુડ બુકમાં હોવાના કારણે કોઈ ખુલીને હજુ બોલતુ નથી. પરંતુ પાટીદારોમાં આ નામથી નારાજગી હોવાનું સતત ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે સી.આર.પાટીલના સૌરાષ્ટ્ પ્રવાસના 3 મહત્વના એજન્ડા છે. પાર્ટીમાં કોઈ પ્રકારની નારાજગી કે મતભેદ નથી, એવુ પ્રસ્થાપિત કરવા કમલમથી રોડ મારફતે આ પ્રવાસનુ આયોજન કરાયુ છે. જેમાં સૌરાષ્ટ્રના નેતાઓ સતત તેમની સાથે રહેશે. સી.આર.પાટીલની આ મુલાકાતનો પ્રથમ એજન્ડા જ પાટીદાર સમાજમાં પોતાનું સ્થાન બનાવાવનું છે અને એ જ કારણ કે પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન પાર્ટી સાથે જોડાયેલા પાટીદાર આગેવાનો સાથે તો મુલાકાત કરશે, સાથે જ પાટીદારોના ધાર્મિક અને સામાજિક આગેવાનો સાથે પણ અલગથી મુલાકાત અને બેઠક થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો કે પાટીદારોમાં પણ લેઉઆ અને કડવા પાટીદારો વચ્ચે પણ બેલેન્સ જળવાવુ મહત્વનું છે અને એ જ કારણ છે જ્યાં એક તરફ પ્રવાસ દરમ્યાન જુનાગઢમાં કડવા પાટીદારના કુળદેવી ગાંઠીલા મંદિરના દર્શન કરશે સાથે સાથે લેઉઆ પાટીદારના આસ્થાના ધામ એવા ખોડલધામમાં પણ શીશ ઝુકાવશે સાથે જ ટ્રસ્ટીઓ સાથે અલગથી બેઠક પણ કરશે. જો કે સી.આર.પાટીલ પોતાના પ્રવાસની શરૂઆત સોમનાથ મંદિરમાં શીશ ઝુકાવીને કરવાના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભાજપની જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હોય કે પછી પીએમ મોદી હોય ચૂંટણી દરમ્યાન તેમજ પડકારો દરમ્યાન સતત સોમનાથ દાદાને શીશ ઝુકાવતા જોવા મળ્યા છે. ત્યારે સી.આર.પાટીલ પણ એ જ પગલે આગળ વઘી રહ્યા હોવાનું પ્રસ્થાવિત કરવાનો આ એક પ્રયાસ હોઈ શકે. જો કે સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં સોમનાથ, ખોડલધામ અને ગંઠિલા મંદિર સાથે ઝાંઝરખાનો પણ સમાવેશ થાય છે. ઝાઝરખાની જો વાત કરવામાં આવે તો ધંધુકા સહિતના વિસ્તારમાં એક અલગ મહત્વ છે. તેમજ શંભુ પ્રસાદ ટુંડીયા ઝાંઝરખાના ગાદીપતિ હોવાના કારણે ઓબીસી સમાજને પોતાની તરફી કરવા માટેનો પણ આ એક પ્રયાસ છે, જો કે સૌરાષ્ટ્રમાં સી.આર.પાટીલને જનસમર્થન છે, એવુ પણ આ પ્રવાસ મારફતે પ્રસ્થાપિત કરવાનો આ પ્રયાસ છે અને એના કારણે જ અનેક સ્થળો પર સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દિલ્હીમાં એક સાથે 5 વાયરસ એક્ટીવ, જાણો દરેકની વિગતો,અસર અને બચાવ માટેનાં ઉપાય

જેમાં સોમનાથ, વેરાવળ, કેશોદ, વંથલી, જેતપુર, ગોંડલ, રાજકોટ, બગોદરા તથા બાવળાનો સમાવેશ થાય છે. એક અંદાજ પ્રમાણે સી.આર.પાટીલની રેલી અને રોડ શોમાં 200થી વધુ ગાડીઓનો કાફલોએ પાટીલનું શક્તિ પ્રદર્શન બતાવવા યોજવામાં આવશે. આ પ્રવાસનો બીજો એક મહત્વનો મુદ્દો જિલ્લામાં હો્દ્દેદારો ચૂંટાયેલા જનપ્રતિનિધીઓની સાથે પાયાના કાર્યકર્તાઓ સાથેની મુલાકાતનો છે. જેના કારણે જે તે વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવી શકાય, તેમજ ટીમ પાટીલમાં કોનો સમાવેશ કરવો એ અંગે ચિત્ર સ્પષ્ટ થઈ શકે.

એવા અનેક કાર્યકર્તાઓ છે, જેમને કોરોના સમયમાં પોતાના વિસ્તારમાં કામગીરી કરી છે. એમાંથી કેટલાક કાર્યકર્તાઓ સાથે પણ અલગથી મુલાકાત કરવામાં આવશે. સાથે જ કાર્યકર્તાઓ સંગઠનના કામમાં ક્યાં મુશ્કેલી નડી રહી છે, તેમજ આંતરિક રાજકારણનો ક્યાસ લેવાનો પણ આ એક પ્રયાસ છે. 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સી.આર.પાટીલે રોડમેપ તો બનાવ્યો છે. જેના પર ચાલવાનું પણ શરૂ કરી દીધુ છે. જો કે આ રોડ મેપ કેટલો કારગત નિવડશે એ તો સમય જ બતાવશે.

 

Published On - 1:27 pm, Tue, 18 August 20

Next Article