નીતિન પટેલ પર ભાજપ સાંસદ નારણ કાછડિયાના પ્રહાર, “ગાંધીનગર જઈએ ત્યારે સામે જોતા નથી, કામની વાત તો પછી રહી”

|

Sep 22, 2021 | 2:14 PM

અમરેલીના ભાજપ સાંસદ નારણ કાછડિયા પોતાની પોસ્ટ પર વિવાદ વકર્યા બાદ પણ મકક્મ રહ્યાં, નારણ કાછડિયાએ કહ્યું કે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ગુજરાતમાં ભાજપની સત્તા આવી ત્યારથી કોઈને કોઈ સિનિયર પદે રહ્યાં છે,

ગુજરાતમાં કેબિનેટના વિસ્તરણ બાદ ભાજપના બે વરિષ્ઠ નેતાઓ વચ્ચેની ભાંજગડ સામે આવી છે. અમરેલીના ભાજપ સાંસદ નારણ કાછડિયાએ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને નકામા કહ્યાં, નીતિન પટેલની એક સોશિયલ મીડિયા પોસ્ટ પર જઈને નારણ કાછડિયાએ લખ્યું કે ગાંધીનગર જઈએ ત્યારે સામે જોતા પણ નથી, તો પછી કામની વાત તો ક્યાં કરવી, એક તબીબની બદલીને લઈ નીતિન પટેલ અને કાછડિયા વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે,

અમરેલીના ભાજપ સાંસદ નારણ કાછડિયા પોતાની પોસ્ટ પર વિવાદ વકર્યા બાદ પણ મકક્મ રહ્યાં, નારણ કાછડિયાએ કહ્યું કે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ગુજરાતમાં ભાજપની સત્તા આવી ત્યારથી કોઈને કોઈ સિનિયર પદે રહ્યાં છે, મારે નીતિનભાઈના રામાયણ વાળા નિવેદન પર પૂછવું છે કે ભાજપમાં મંથરા કોણ અને વિભીષણ કોણ છે, ભાજપમાં સતત સંઘર્ષ કરી આગળ વધતા કાર્યકર્તા, હોદ્દેદારોને મહત્વ મળવું જોઈએ, ભાજપ હાઈકમાન્ડે કેબિનેટ બદલીને આવો જ નિર્ણય કર્યો છે, તેમાં અનેક સંઘર્ષ કરતા લોકોને સ્થાન મળતા સૌએ રાજી થવું જોઈએ,ઉલટાનું લાંબા સમયથી સત્તા સ્થાને રહેલા નીતિનભાઈએ તો બીજી કેડરને તૈયાર કરવા સામેથી કહેવું જોઈતું હતું,

અમરેલીના જ વરિષ્ઠ ભાજપ નેતા ડૉ. ભરત કાનાબારે કહ્યું કે નારણ કાછડિયા ત્રણ ટર્મથી સાંસદ છે, નીતિનભાઈ પણ લાંબા સમયથી પ્રધાન મંડળમાં રહ્યાં, હવે જ્યારે નીતિનભાઈ પ્રધાનમંડળમાં નથી ત્યારે આવા આક્ષેપ ન કરવા જોઈએ, ભરત કાનાબારે નીતિન પટેલ અંગે કહ્યું કે તમે તમારો મુદ્દો વ્યાજબી સમજાવી શકો તો તેમના જેવું સફળતાથી કામ ચોક્કસ કરી આપતા હતા,

Published On - 2:13 pm, Wed, 22 September 21

Next Video