
સાબરકાંઠા ભાજપ માટે જાણે કે એક પછી એક કમઠાણ સર્જાઇ રહી છે. પહેલા પ્રાંતિજના શહેર ભાજપ પ્રમુખ સહીત પાલીકાના ચેરમેન સહીતના નેતાઓ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ જતા ભાજપ સત્તામાં હોવા છતાં પણ ફરીયાદને લઇને મુશ્કેલીમાં મુકાઈ ગયી હતી. હવે ભાજપના નેતાના પુત્રના વિરુધ્ધમાં પણ પોલીસે ફરીયાદ નોંધાતા ભાજપ ચૂંટણી ટાણે જ મુશ્કેલીમાં ફરી એકવાર મુકાઈ ગઇ છે.
દેશના વડાપ્રધાનથી લઇને અનેક મોટા નેતાઓ સાથે ઘરોબો ધરાવનાર અને સાબરકાંઠામાં ભાજપને ઉભી કરનારન પાયાના કાર્યકરથી લઇને અગ્રણી સુધી પહોંચનાર અને ભાજપનો સન્માનીય ચહેરો ગણાતા સીસી શેઠના પુત્ર ચિરાગ શેઠની પોલીસે ધરપકડ કરી લઇને ફરીયાદ દાખલ કરવાથી ભાજપ ચૂંટણી સમયે ભીંસમાં મુકાઇ ગઈ છે. હિંમતનગર શહેર પોલીસ મુજબ ચિરાગ શેઠે પોલીસની સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો અને જેને લઇને ફરીયાદ નોંધવામાં આવી છે.
જો કે પોલીસના અધિકારીની સાથે ગેરવર્તન જ કર્યુ હોય તો પોલીસના સ્વમાન માટે ઘટના ગેરવાજબી હોવાની નજરે પણ જોવામાં આવી રહી છે જે ભલે રાજકીય પ્રભુત્વ ધરાવતા નેતા પુત્ર હોય. જોકે હવે પેટ્રોલપંપના સીસીટીવીના પુરાવા એકઠા કરીને પોલીસ તપાસની કાર્યવાહી હાથ ધરશે
પોલીસે નોંધેલી ફરીયાદ મુજબ આ બાબતે પેટ્રોલપંપ સંમેલન નજીક હતો અને જેને કાર્યક્રમ પુર્ણ ના થાય ત્યાં સુધી બંધ રાખવા માટે જણાવ્યુ હતું અને એમ છતાં પણ ટ્રાફીકની અડચણ સર્જાતા આ માટે પીએસઆઇ કે.એસ ચાવડા કહેવા જતા ચિરાગ શેઠે ઉશ્કેરાઇ જઇને તેમની ફેંટ પકડી લીધી હતી અને્ મારા-મારી કરી હતી. સરકારી કામગીરીમાં રુકાવટ ઉભી કરી હતી. હિંમતનગરના એ ડીવીઝન પોલીસના ઇન્ચાર્જ પીઆઇએ ચિરાગ શેઠને પોલીસની ગાડીમાં બેસાડી લઇ જવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહીને લઇને સંમેલનમાં આવેલા કાર્યકરો અને નેતાઓ પણ ભાજપના નેતાના પુત્ર સામે કાર્યવાહીને લઇને દંગ રહી રોષ ઠાલવતા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]