જે રવિ પુજારીની ધરપકડનો શ્રેય લેવા ઝગડી રહ્યા છે કુમારસ્વામી અને ભાજપ, તેને પકડી પાડનાર HEROને જાણો છો ?

|

Feb 03, 2019 | 9:31 AM

કર્ણાટક BJPએ સેનેગલમાંથી અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીની ધરપકડ કરવાના દાવાને લઈ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીને ચેતવણી આપી કે રાજયમાં ગુનાઓને રોકવા માટે થોડું સાહસ બતાવો.  પાર્ટીએ ક્રોંગેસ ધારાસભ્ય જે.એન. ગણેશની ધરપકડ કરી હિંમત બતાવવા કહ્યું જે એક સપ્તાહથી ફરાર છે. તેમને એક રિસોર્ટમાં મારામારી દરમિયાન ધારાસભ્ય આનંદસિંહ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ગણેશના વિરુધ્ધ હત્યાનો પ્રયત્ન કરવાનો […]

જે રવિ પુજારીની ધરપકડનો શ્રેય લેવા ઝગડી રહ્યા છે કુમારસ્વામી અને ભાજપ, તેને પકડી પાડનાર HEROને જાણો છો ?

Follow us on

કર્ણાટક BJPએ સેનેગલમાંથી અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીની ધરપકડ કરવાના દાવાને લઈ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીને ચેતવણી આપી કે રાજયમાં ગુનાઓને રોકવા માટે થોડું સાહસ બતાવો. 

પાર્ટીએ ક્રોંગેસ ધારાસભ્ય જે.એન. ગણેશની ધરપકડ કરી હિંમત બતાવવા કહ્યું જે એક સપ્તાહથી ફરાર છે. તેમને એક રિસોર્ટમાં મારામારી દરમિયાન ધારાસભ્ય આનંદસિંહ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ગણેશના વિરુધ્ધ હત્યાનો પ્રયત્ન કરવાનો કેસ દાખલ કર્યો છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

બીજેપીના હુમલા પર જવાબ આપતા કુમારસ્વામીએ સવાલ ઉઠાવ્યો કે પાર્ટીએ પુજારીની તે સમયે ધરપકડ કેમ ના કરી જે વખતે તે સતામાં હતી. તેમને કાયદા મુજબ ગણેશના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે આશ્વાસન આપ્યું. તે પહેલા કુમારસ્વામીએ કહ્યું હતું કે રાજયની ક્રોંગેસ-JDS ગઠબંધન સરકારે અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીની સેનેગલથી ધરપકડ કરવામાં આગળ પડતી ભૂમિકા ભજવી છે. તેમને કહ્યું હતું કે રાજયમાં ઘણાં ઈચ્છિત ગુનાઓમાં આ ડોનની ધરપકડ કર્ણાટક સરકારના અધિકારીઓના પ્રયત્નો, કેન્દ્ર સરકાર અને સેનેગલમાં ભારતીય એમ્બેસીના અધિકારીઓના સહયોગથી થઈ શકી છે.

એક કાર્યક્રમમાં સંબોધિત કરતા રાજીવ કુમાર (ફાઇલ તસવીર)

સેનેગલમાં ભારતીય રાજદૂત રાજીવકુમારના પ્રયત્નોની પ્રશંસા કરતાં કુમારસ્વામીએ કહ્યું હતું કે તેમને તે દેશના પ્રધાનમંત્રી અને ગૂહમંત્રીના સંપર્કમાં રહ્યાં અને તેમને આ ગેંગસ્ટર ની પ્રવૃતિઓ વિશે જણાવ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમને કર્ણાટકમાં ચાલી રહેલા ખંડણી વસુલી રેકેટ, જેમાં બિલ્ડરો અને વેપારીઓને નિશાન બનાવવામાં આવતા હતા. તેમને પોલીસ ડિરેકટર જનરલ નીલમણી રાજૂ અને એડીશનલ ડિરેકટર જનરલને રવિ પુજારીની પ્રવૃતિઓ પર કાબૂ રાખવાનું કહ્યું હતું.

કુમારસ્વામીએ કહ્યું કે આ ગેંગસ્ટરના કારણે ઘણા લોકોની હત્યા કરવામાં આવી અને ઘણાં પરિવારો અનાથ થઈ ગયા. તેનો એક જ ઉદે્શ અયોગ્ય સાધનો દ્વારા રૂપિયા કમાવવાનો હતો. તેમને કહ્યું કે ગુપ્ત એજન્સીઓને સૂચના મળી હતી કે પુજારી ગયા વર્ષે 31 ડિસેમ્બરે સેનેગલમાં એક ક્રિકેટ મેચ દરમ્યાન હાજર રહ્યો હતો અને ત્યારથી તેની પ્રવૃતિઓ પર કડક નજર રાખવામાં આવી રહી હતી. ગુપ્ત એજન્ટોએ તેની જાણકારી સેનેગલમાં ભારતીય રાજદૂતને આપી તેમને તે દેશના પ્રધાનમંત્રીનો સંપર્ક કર્યોં. ભારતીય રાજદૂત રાજીવ કુમારે પુજારીની ધરપકડ કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. તેની 19 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી અમે કેન્દ્ર સરકારની મદદથી તેનું પ્રત્યાર્પણ કરવાની દિશામાં આગળ વધ્યાં છીએ. આવનારા દિવસોમાં અમને વધારે સૂચનાઓ મળશે.

[yop_poll id=1028]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article